ખેડૂતોના સમર્થનમાં SPG મેદાને, વીજ લાઇન મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત
મોરબીમાં ખેડૂતોની મંજૂરી વગર ખાનગી કંપની માટે વીજ લાઇન નાખવાના મામલે વિવાદ

મોરબીમાં ખેડૂતોની મંજૂરી વગર ખાનગી કંપની માટે વીજ લાઇન નાખવાના મામલે વિવાદ વકર્યો છે. આ કામગીરી સામે હવે સરદાર પટેલ સેવાદળ મેદાને આવ્યું છે. સૌરાષ્ટ્ર SPG અધ્યક્ષ કલ્પેશ રાંકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોની વ્યથા ઠાલવી છે. આક્ષેપ છે કે, ખેડૂતો પર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી દબાણ કરવામાં આવી રહ્યું છે. SPG એ ચીમકી ઉચ્ચારી છે કે, જો ખેડૂતોને તાત્કાલિક ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ખેડૂતોના સમર્થનમાં SPG ના જોડાવાથી સરકારની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ સમગ્ર મામલે હવે ખેડૂતો અને તંત્ર વચ્ચે ટકરાવના એંધાણ વર્તાઈ રહ્યા છે.


