મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO Breaking : Morbi માં ખેડૂતોએ વિશાળ ટ્રેક્ટર રેલી કાઢી કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ

મોરબીના જેતપરથી નીકળેલી વિશાળ ટ્રેક્ટર રેલી આખરે કલેક્ટર કચેરીએ પહોંચી છે

તસવીર: gstv

મોરબીના જેતપરથી નીકળેલી વિશાળ ટ્રેક્ટર રેલી આખરે કલેક્ટર કચેરીએ પહોંચી છે, જ્યાં ખેડૂતોએ વીજપોલના યોગ્ય વળતરની માંગ સાથે પડાવ નાખ્યો છે. પહેલા વળતર, પછી જ કામના મક્કમ નિર્ધાર સાથે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કામગીરી અટકાવવાની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટર કચેરી પરિસરમાં ખેડૂતોના ધામાને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો