સુરતની કાંઠા સુગરમાં શેરડી આપતાં ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ, રજૂઆતો છતાં રૂપિયા ન મળતાં કલેક્ટરને ફરિયાદ
દક્ષિણ ગુજરાતનો ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે. ત્યારે સુરત જિલ્લામાં પણ ઘણી સુગર

દક્ષિણ ગુજરાતનો ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે. ત્યારે સુરત જિલ્લામાં પણ ઘણી સુગર ફેક્ટરીઓ આવેલી છે. ત્યારે કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં. કલેક્ટર અને જિલ્લા રજીસ્ટારને લેખિતમાં રજૂઆત કરી છે. 69000 ટન શેરડી કાંઠા સુગર ફેકટરીમાં ખેડૂતોએ આપી છે. તે પૈકી એક પણ ખેડૂતોને શેરડીના પૈસા ન મળ્યા હોવાની રાવ કરવામાં આવી છે.
3 ડિરેક્ટર કાર્યરત છે
ખેડૂતોએ કહ્યું કે, અનેક રજૂઆતો છતાં પૈસા મળ્યા નથી. છેવટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં. બીજી તરફ નાણાકીય વિભાગને લઈને કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન ડિરેક્ટરોએ રાજીનામાં આપ્યા છે. હાલ માત્ર ત્રણ ડિરેક્ટરો કાર્યરત છે. તેઓ પણ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે.
રૂપિયા ક્યાં ગયા તે સવાલ
મનહર પટેલએ કહ્યું કે, ખેડૂતોને શેરડીના પૈસા અપાતા નથી. ચાલુ સિઝનમાં ડિરેક્ટરે રાજીનામાં આપવા માગતા હતાં. ખેડૂતોને મહિનામાં હપ્તો ચૂકવવાનો હોય પણ ચૂકવાયા નથી. 69 હજાર ટન શેરડીના રૂપિયા ક્યાં ગયા તે સવાલ છે. ખેડૂતોના જીવન જીવવા માટેના રૂપિયા માટે કંઈ મળતા નથી. અમે 3 ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા નથી. ભ્રષ્ટાચારીઓ સામે તપાસ થવી જોઈએ તેવી માગ છે.








