હારીજમાં કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા જમીન છેતરપિંડી મામલે ખેડૂતો આખરે પહોંચ્યા કોર્ટ
પાટણના હારીજમાં ખેડૂતો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર દ

પાટણના હારીજમાં ખેડૂતો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા છેતરપિંડી કરી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કંપનીએ સોલાર પ્રોજેક્ટ માટે ખેડૂતો પાસેથી જમીન ભાડે રાખી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ઘણા ખેડૂતોની ખોટી નોટરી કરાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. તેમજ કિંમત પ્રમાણે પૂરતુ વળતર ન મળ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે. દલાલોએ ખેડૂતોને ગેરમાર્ગે દોરી મોટી રમક પડાવી લીધી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કંપની કોન્ટ્રાક્ટ નિયમો નેવે મુકી કામ કરે છે, જમીન બિન ખેતી કરાવ્યા વિના જ કોમર્શિયલ બાંધકામ કર્યા હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
હારીજ તાલુકાના અનેક ગામના ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે જેમાં ખેડૂતોને માત્ર એક જ વર્ષનું ભાડુ ચૂકવ્યાનો આક્ષેપ લગાવ્યો છે. ખેડૂતોને 30 વર્ષનું ભાડુ એકસાથે ચૂકવવાનું કહેવાયું હતું. સ્થાનિક તંત્રને રજૂઆત કરતા કોઇ કાર્યવાહી કરી નહીં. આખરે ન છૂટકે ખેડૂતોએ કોર્ટમાં અરજી કરી મદદની માંગ કરી હતી.






