મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણમાં એક જ રાતમાં 8 મકાનના તાળા તોડી લાખોની ચોરીને અંજામ, સ્થાનિકોમાં ફફડાટ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોર તસ્કરોએ લગભગ તમામ જગ્યાએ ભારે આતંક મચાવ્યો છે. એવામાં ફરીથી પાટ

પાટણમાં એક જ રાતમાં 8 મકાનના તાળા તોડી લાખોની ચોરીને અંજામ, સ્થાનિકોમાં ફફડાટ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોર તસ્કરોએ લગભગ તમામ જગ્યાએ ભારે આતંક મચાવ્યો છે. એવામાં ફરીથી પાટણના સિધ્ધપુર તાલુકામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરોની ટોળકીએ એક જ રાતમાં 8 મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાટણ જિલ્લામાં સિધ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામે એક જ રાતમાં 8 મકાનોના તાળા તૂટ્યા હતા. જ્યાં તસ્કરોએ બંધ મકાનોને ટાર્ગેટ બનાવ્યા હતા. ઠાકરાસણ ગામે તસ્કરોની ટોળકીએ 8 મકાનોમાંથી લાખોના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો છે. ગ્રામજનો દ્વારા મકાન માલિકોને ચોરીની જાણ કરવામાંઆવી હતી. પોલીસ તપાસ બાદ કેટલી ચોરી થઇ છે તેની થશે જાણ. તેમજ આ મામલે ઠાકરાસણના ગ્રામજનોએ કાકોશી પોલીસમથકે ચોરીની ઘટનાની જાણ કરી હતી. જેથી પોલીસે આ તસ્કરોની ટોળકીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો