પાટણમાંથી ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ત્રણ નકલી ઝોલાછાપ ડોક્ટર ઝડપાયા
ગુજરાતમાં જાણે છેલ્લા કેટલવાક સમયથી નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે તેમ પાટણમાંથી ફરીથી નકલી ડ

ગુજરાતમાં જાણે છેલ્લા કેટલવાક સમયથી નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે તેમ પાટણમાંથી ફરીથી નકલી ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે. પાટણ જિલ્લામાં ઝોલાછાપ ડોકટરો પર તવાઈ કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાંથી વધુ ત્રણ ઝોલા છાપ ઊંટવૈદ્યને ઝડપી પડાયા છે.
પાટણ એસોજીએ બાતમીના આધારે ત્રણ લેભાગુ મુન્નાભાઈ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. સમી તાલુકાના માંડવી અને શંખેશ્વરમાંથી બે મુનાભાઈ ડોક્ટર મળીને કુલ ત્રણ લોકોને જેલ હવાલે કરવામા આવ્યા છે. સમીના માંડવી ગામનો બોગસ તબીબ નરેશ ઠાકોર તેમજ શંખેશ્વરના ખોડિયાર નગરમાં અશોક ભરવાડ અને શંખેશ્વરના કુંવર ગામેથી પ્રકાશ રાવળને કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા. પોલીસે ત્રણેય બોગસ ડોકટરો પાસેથી 43,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.




