મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીના જંગલમાં આદિવાસી સમાજના ખેડૂતોની માગ, જમીન આપોના નારા લગાવી આપ્યું આવેદનપત્ર

નસવાડી અને કવાંટ તાલુકાના જંગલમાં રહેતા આદિવાસી સમાજના લોકોને વન અધિકારી નિયમ હેઠળ વહીવટ

નસવાડીના જંગલમાં આદિવાસી સમાજના ખેડૂતોની માગ, જમીન આપોના નારા લગાવી આપ્યું આવેદનપત્ર

નસવાડી અને કવાંટ તાલુકાના જંગલમાં રહેતા આદિવાસી સમાજના લોકોને વન અધિકારી નિયમ હેઠળ વહીવટી તંત્રના અધિકારીઓ પૂરતી જમીન આપી નથી. તેમજ અમુક ખેડૂતોને જમીન માંગણીની અરજી પેન્ડિંગ રાખતા મોટી સંખ્યામાં ખેડૂતો નસવાડી તાલુકા સેવાસદન કચેરીએ આવીને સુત્રોચ્ચાર કરી જમીન આપો.. જમીન આપોની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. 

આ પણ વાંચોઃ ભરૂચમાં દાઢના ઓપરેશન બાદ મહિલાનું મોત, તબીબની બેદરકારીના પરિવારજનોના આક્ષેપ

જમીન પૂરી મળી નથી

નસવાડી અને કવાંટ તાલુકાના 80થી વધુ ગામોમાં વન વિભાગની જમીનમાં ખેડૂતો 50 વર્ષના વધુના સમયથી રહે છે. જંગલો સાચવે છે. ત્યારે સરકાર દ્વારા જંગલોમાં રહેતા પરિવારોને વન અધિકાર કાયદા હેઠળ જમીન આપવા માટે વર્ષ 2005 માં કાયદો લાગુ કર્યો હતો. જેમાં જંગલમાં રહેતા ખેડૂતોએ જમીન માંગણી માટે અરજીઓ કરી હતી. જયારે જે ખેડૂતો 10 દસ એકર જમીન ખેડતા હતા. તેવા ખેડૂતોને 1 એકર પણ પુરી મળી નથી. જયારે હજારો ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ સરકારી કચેરીઓમાં પડી રહી છે. જેને લઈને જંગલમા રહેતા આદિવાસી લોકો નસવાડી ખાતે તાલુકા સેવાસદન કચેરીમાં આવીને ભારે સુત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદન પત્ર આપીને જમીનની માંગણી કરી હતી. 

આંદોલનની ચીમકી

ખેડૂતોના જણાવ્યા મુજબ સરકારે જંગલોમાં રહેતા ખેડૂતોને પૂરતી જમીન આપી નથી. જે ખેડૂતોને જમીન આપવામાં આવી છે. તે જમીનમા ખેતી થઇ શકે તેટલી જમીન નથી. જમીન માંગણીની અરજીમાં પુરેપુરી હકકીતો જણાવ્યા હોવા છતાંય અધિકારીઓએ મન માની કરીને ઓછી જમીનની ફાળવણી કરી છે. જેનાથી જંગલોમાં રહેતા પરિવારોનો જીવન નિર્વાહ ચાલે તેમ નથી. જયારે હજારો ખેડૂતોની જમીનની માંગણીની અરજીઓ પેન્ડિંગ પડી રહી છે. પરંતુ અધિકારીઓ નિર્ણય લેતા નથી. જયારે આદિવાસી વિસ્તારના જંગલોમાં રહેતા ખેડૂતો પાસે જમીનો ન હોવાથી મજૂરી કામે સોરાષ્ટ્ર જાય છે. ત્યારે તેઓના બાળકોને સાથે લઈને જતા હોવાથી પરિવારોના બાળકો અભણ રહી જાય છે. 18 અઢાર વર્ષ વીતી જવા છતાંય અધિકારીઓ જમીન ની માંગણીનો નિકાલ કરતા નથી. જેના કારણે આદિવાસી સમાજમા તંત્રના અધિકારીઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. વહેલી તકે જમીન નહિ આપવામાં આવે તો ખેડૂતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો