મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડી સિંચાઈ વિભાગની બેદરકારીથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, ચેકડેમમાં નથી રોકાતા પાણી 

છોટાઉદેપુર જિલ્લો આદીવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા નદી અન

નસવાડી સિંચાઈ વિભાગની બેદરકારીથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત, ચેકડેમમાં નથી રોકાતા પાણી 

છોટાઉદેપુર જિલ્લો આદીવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા નદી અને કોતરો ઉપર પાણી રોકાય તે માટે કરોડ રૂપિયાના ખર્ચે અલગ અલગ ગામોમાં ચેકડેમ બનાવ્યા હતા.આ ચેક ડેમ બનાવતી પાણી રોકાય તે માટે ચેકડેમની ડીઝાઈનમાં પાટીયા મારી પાણી રોકાય તેવી રીતે ચેકડેમ બનાવાયા હતાં.

કોતરમાં પાણી વહી જાય છે

જેનાથી ચોમાસામાં નદીઓમાં પાણી આવે ત્યારે તે પાણી રોકાઈ જેનાથી જળ સ્તર ઉંચા આવે અને ખેડૂતો સિંચાઈમાં પાણી નદી અને કોતરોમાંથી લઈ શકે તે આશયથી સરકારે ચેકડેમ બનાવ્યા હતા. પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓ ચેકડેમ બનાવીને ગયા પણ પાણી રોકવા માટેના પાટીયા ચેકડેમમાં ના લગાવ્યા હતા. જેના લીધે પાણી નદીઓમાં અને કોતરમાંથી વહી જાય છે. 

શોભાના ગાંઠિયા બન્યા ચેકડેમ

આ ચેકડેમ હાલ શોભાના ગાંઠિયા સમાન થઈ પડ્યા છે. સરકારનો અભિગમ ખેડૂતોને ફાયદો થાય તે માટેનો છે. પરંતુ અધિકારીઓ તેમાંથી મલાઈ ખાઈને જતા રહે છે. પછી પાછું વળીને જોતા નથી. ખેડૂતોનુ જે થવાનું હોય તે થાય. પરંતુ, અધિકારીઓના ખીસ્સા ભરાઈ ગયા પછી પાછું વળીને જોતા નથી. તેનો આ વરવો નમૂનો છે. સરકારે વાપરેલા નાણા હાલ પાણીમાં વહી ગયા છે. આવા અનેક ચેકડેમ બીન ઉપયોગી થઈ ગયા હોય તેનો કોઈ ધ્યાન રાખતું નથી. આવા છોટાઉદેપુર જિલ્લામાં અનેક ચેક ડેમો બન્યા પણ જેનો લાભ ખેડૂતોને થતો નથી.

આ સમાચાર શેર કરો