VIDEO: Narmadaમાં ખાતર ન મળતાં ખેડૂતો પરેશાન, રાત્રિના 3 વાગ્યાથી લાગે છે લાંબી લાઈનો
દેડિયાપાડા ખાતે નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર દ્વારા આદિવાસી ખેડૂતોને છેલ્લા બે અઠવાડિયાથી રાસાયણિક ખાતર મળતું નથી.
દેડિયાપાડા ખાતે નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર દ્વારા આદિવાસી ખેડૂતોને છેલ્લા બે અઠવાડિયાથી રાસાયણિક ખાતર મળતું નથી. દેડિયાપાડા તાલુકાના આદિવાસી મહિલા અને પુરુષ ખેડૂતો રાસાયણિક ખાતર માટે ધરમધકકા ખાય છે. દેડિયાપાડા નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ખાતે આદિવાસી ખેડૂતો રાત્રિના ત્રણ વાગ્યાથી રાસાયણિક ખાતર લેવા આવી જાય છે. દેડિયાપાડા ખાતે નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ખાતે રાસાયણિક ખાતર લેવા લાંબી લાંબી કતારો લાગી જાય છે.
કલાકો સુધી ઉભા રહે છે
દેડિયાપાડા નમદા ખેડૂત સહાય કેન્દ્ર આગળ ખેડૂતો આધાર કાર્ડ લાઇનમાં મુકીને રાસાયણિક ખાતર માટે ચાતક દ્રષ્ટિએ પ્રતિક્ષા કરે છે. દેડિયાપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો આદિવાસી મહિલાઓ અને આદિવાસી પુરૂષો ભૂખે તરસે રાસાયણિક ખાતર લેવા કલાકો સુધી રાહ જુએ છે પણ રાસાયણિક ખાતર મળતું નથી. ખેડૂતોને બે અઠવાડિયાથી રાસાયણિક ખાતર મળતું નથી અને ધરમધકકા ખાવા પડે છે.
ખેડૂતો ત્રાહિમામ
ખેડૂતોનો આક્ષેપ છે. બારોબાર રાસાયણિક ખાતરની ગાડી આવે છે.બારોબાર રાસાયણિક ખાતર સગેવગે થઈ જાય છે. ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો હતો. દેડિયાપાડા નર્મદા સહાય કેન્દ્ર ખાતે રાસાયણિક ખાતર નથી એવું બોર્ડ મારી દેવામાં આવ્યો હતો. રાસાયણિક ખાતર ન મળતાં ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી, મકાઈ, ડાંગર અને શાકભાજીના પાકોનો વિકાસ અને વૃદ્ધિ અટકી ગઈ છે. દેડિયાપાડા તાલુકામાં રાસાયણિક ખાતર વિના વિવિધ પાકો નિષ્ફળ ગયા છે. ખેડૂતોની દયનીય હાલત બની છે. ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સેલંબા ના પાંચ નર્મદા સહાય કેન્દ્ર સેલંબા ખાતે રાસાયણિક ખાતર મળતું નથી. દેડિયાપાડા નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર ખાતે રાસાયણિક ખાતર મળતું નથી. દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ખેડૂતો રાસાયણિક ખાતર વિના ત્રાહિમામ પોકારી ઊઠયા છે.






