VIDEO: ગુજરાતની જીવાદોરી Narmada ડેમની સપાટીમાં વધારો, 15 દરવાજા 3.80 મીટર ખોલી પાણી છોડાયું
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાં
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી 4,93,363 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમના 15 દરવાજા ખોલી 4,04,577 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 15 દરવાજા 3.80 મીટર ખોલવામાં ખુલ્લા છે. પાણીની જાવક 4,04,319ક્યુસેક છે. હાલ નર્મદા ડેમ ની સપાટી 133.46 મીટરે પહોંચી છે. 24 કલાક માં 15 સેમી નો વધારો થયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો છે. નર્મદા ડેમ માં હાલ પાણી નો જથ્થો 8077.90 MCM છે. નર્મદા ડેમ 81.52 ટકા ભરાયો છે. જેથી કાંઠાના 27 ગામો અને ભરૂચ નીચાણ વાળા વિસ્તારો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.


