મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Narmada ડેમની સપાટીમાં સતત વધારો, 80 ટકા પાણી ભરાતા એલર્ટ સ્ટેજ

કેવડિયા ખાતે આવેલા નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં હાલ ભારે વરસાદના કારણે પાણી

કેવડિયા ખાતે આવેલા નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં હાલ ભારે વરસાદના કારણે પાણીની આવક ઝડપથી વધી રહી છે. તંત્ર દ્વારા સવારે 8 વાગ્યાથી, ડેમના 15 દરવાજા 2.75 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, તથા પાવરહાઉસ મારફતે મળીને કુલ 2,86,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે.તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે અને નદીકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. લોકોથી અપીલ કરવામાં આવી છે કે નર્મદા નદીના નજીક ન જવામાં આવે અને તંત્ર સાથે સહયોગ રાખવો.

આંકડા અનુસાર

- હાલનો સંગ્રહ: 80% (એલર્ટ સ્ટેજ
- મહત્તમ જળસપાટી: 138.68 મીટર
- હાલની જળસપાટી: 132.87 મીટર
- ગ્રોસ સ્ટોરેજ: 7650.70 MCM
- પાણીની આવક: 5,07,750 ક્યુસેક
- નદીમાં છોડાયું પાણી: 1,37,080 ક્યુસેક (ગેટ + પાવરહાઉસ મારફતે)
- કેનાલમાં જાવક: 4,190 ક્યુસેક
- 24 કલાકમાં સપાટીમાં વધારો: 2.77 મીટર

આ સમાચાર શેર કરો