VIDEO: Narmadaની મોહન નદી બે કાંઠે થઈ વહેતી, ચેકડેમ ઓવરફ્લો થતાં મનોરમ્ય દ્રશ્યો સર્જાયા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બોર્ડર ઉપર આવેલા ગારદા ગામ અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોટા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બોર્ડર ઉપર આવેલા ગારદા ગામ અને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોટા મંડાણ ગામ વચ્ચે આવેલી મોહનનદીનો ઉપરનો મોટો ચેકડેમ ઓવરફ્લો થયો છે. મોટો ચેકડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય અને મનોહર દ્રશ્યો સર્જાયા છે. મોહન નદી બે કાંઠે વહેતી થઇ છે. ગારદા વિસ્તારમાં અને મોટા જાંબુડા વિસ્તારના માં પાણીની નિરાંત થઈ ગઈ છે. આ વિસ્તારમાં ખેડૂતોને ચોમાસું શિયાળું અને ઉનાળું પાકો માટે સિંચાઈના પાણી મળી રહેશે. આ વિસ્તારમાં કુવાઓ બોર ટયુબેલ હેન્ડ પંપમાં પાણીના જળસ્તર ઉપર આવ્યા છે. લોકો ખુશખુશાલ થઇ ગયા છે. ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.


