સુરેન્દ્રનગરના જામડીમાં ખેતરમાં પાણી વાળવાના મશીનમાં ફસાઈ જતા ખેડૂતનું મોત
સુરેન્દ્રનગરના જામડીમાં મશીનના પટ્ટામાં આવી જતા ખેડૂતનું મોત થયું છે.પ્રાથમિક

સુરેન્દ્રનગરના જામડીમાં મશીનના પટ્ટામાં આવી જતા ખેડૂતનું મોત થયું છે.પ્રાથમિક અહેવાલ અનુસાર ખેડૂત ખેતરમાં પાણી વાળવા માટે મશીન શરૂ કરવા ગયો હતો. તે દરમ્યાન ખેડૂતની શાલ મશીનના પટ્ટામાં ભરાઈ ગઈ હતી. જ્યાં ખેડૂતનું ઘટના સ્થળે જ મોત થયું.
આ પણ વાંચો: ભાવનગર: ભાણાને 8.50 લાખ રૂપિયા વ્યાજે અપાવવા મામાને ભારે પડ્યા, ઝેરી દવા પીને આધેડે જીવન ટૂંકાવ્યું
ખેડૂતની ઓળખ રવજી મેણીયા તરીકે થઈ
ખેડૂતની ઓળખ રવજી મેણીયા તરીકે થઈ છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી. ખેડૂતના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






