Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : t was difficult for Mama to get Bhana Rs 8.50 lakhs with interest

ભાવનગર: ભાણાને 8.50 લાખ રૂપિયા વ્યાજે અપાવવા મામાને ભારે પડ્યા, ઝેરી દવા પીને આધેડે જીવન ટૂંકાવ્યું

Timeછેલ્લું અપડેટ : 27 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ભાવનગર: ભાણાને 8.50 લાખ રૂપિયા વ્યાજે અપાવવા મામાને ભારે પડ્યા, ઝેરી દવા પીને આધેડે જીવન ટૂંકાવ્યું

રાજ્યમાં વ્યાજખોરોનો આતંક સતત જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોના ચંગુલમાં ફસાીને વધુ એક શખ્સે પોતાનો જીવ ગુમાવ્યો છે.  રાજ્યના બોટાદ-ભાવનગર રોડ પરના વાડી વિસ્તારમાં શખ્સે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. મળતા અહેવાલ પ્રમાણે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

App Store

8% વ્યાજ લેખે રૂપિયા અપાવડાવ્યા

મૃતકે તેના ભાણેજ માટે ચોગઠ ગામના સાદુળ મેર અને ભાવનગરના ભરત સોહલા પાસેથી 8% લેખે 8.50 લાખ રૂપિયા વ્યાજે અપાવ્યા હતા.  મૃતકનો ભાણેજ નિજિલ પૈસા ન આપતા બંને શખ્સો મૃતક પાસે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હતા. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને મૃતક જયસુખભાઈએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો: કોલ્ડપ્લેના કોન્સર્ટમાં બુમરાહની સરપ્રાઇઝ વિઝિટ, ક્રિસ માર્ટિને કહ્યું- 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!'

વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરી

મૃતકના પિતા ઠાકરશીભાઈ ગાંભવાએ સાદુળ ભૂરા મેર, ભરત નાથા સોહલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરી છે.