મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવતા મહિલાઓ વિફરી, હલ્લાબોલથી થયું ટ્રાફિકજામ

સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓના ભાડામ

VIDEO:સુરતમાં રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવતા મહિલાઓ વિફરી, હલ્લાબોલથી થયું ટ્રાફિકજામ

સુરતના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના કારણે રિક્ષાઓના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ ભાડાના વધારાને લઈને પાંડેસરા વિસ્તારમાં મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે ચક્કાજામ કરી દીધો હતો. સસ્તામાં ટ્રાફિક જામ થઈ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સમય બગડી રહ્યો છે

મહિલાઓએ માંગ કરી છે કે, જે રીતે રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું છે. તે જોતા અમારો પગાર પણ વધારવો જોઈએ. સાથે જ ટ્રાફિક સિગ્નલ પર જે રીતે સમય વધારે છે. તેને પણ ઘટાડવો જોઈએ. જેથી રીક્ષા ચાલકો પણ પોતાનું ભાડું ઘટાડી શકે. બધા લોકોનો સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેમા પણ ઘટાડો થાય.

ત્રણ માગો મુખ્ય

સુનિતા નામની મહિલાએ કહ્યું કે, ટૂંકા દરના ભાડામાં પણ ખૂબ વધારો થયો છે. અમારી ત્રણ મુખ્ય માંગો છે. રિક્ષાના ભાડા ઘટાડવામાં આવે, અમારો પગાર વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય છે. તેને પણ ઘટાડવામાં આવે. આજે અમે દોઢસોથી વધુ મહિલાઓએ અહીં હલ્લાબોલ કર્યો હતો. જો કે પોલીસે આવીને મામલો શાંત કરાવ્યો હતો. પરંતુ અમારી માંગણીઓ તો યથાવત જ રહેશે.

આ સમાચાર શેર કરો