મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકના આપઘાત મામલે પરિવારે કરી ન્યાયની માંગ

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા 35 વર્ષના અલ્પેશભાઈ સાકરીયા નામના યુવાને વ્યાજ ખોરોન

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકના આપઘાત મામલે પરિવારે કરી ન્યાયની માંગ

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા 35 વર્ષના અલ્પેશભાઈ સાકરીયા નામના યુવાને વ્યાજ ખોરોના ત્રાસને કારણે આપઘાત કર્યો હતો. યુવકે આપઘાત કર્યા પહેલા સ્યુસાઈડ નોટ અને વીડિયો બનાવ્યો હતો અને પરિવારના ગ્રુપમાં શેર કર્યો હતો. જેને લઈને મૃતકના પરિવાર તરફથી નિવેદન સામે આવ્યું છે.

પરિવારના સભ્યના જણાવ્યા અનુસાર, અલ્પેશભાઈ કન્સ્ટ્રક્શન લાઈનમાં વ્યવસાય કરતા હતા. જેથી ધંધામાં નાનું મોટું રોકાણ કરવા માટે તેમજ તેમને ત્યાં કામ કરતા માણસોના પગાર ધોરણ માટે ક્યારેક અલ્પેશભાઈ વ્યાજે પૈસા લેતા હતા. જેમાં અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ ટકાવારી પર પૈસા વ્યાજે લીધા હતા જેની પરિવારજનોને કોઈ જાણ નહોતી.

આ પણ વાંચો : રાજકોટમાં યુવકે વ્યાજના ત્રાસથી જીવન ટૂંકાવ્યું, આપઘાત પહેલા વીડિયો અને સ્યુસાઈડ નોટ પરિવારના ગ્રુપમાં કરી પોસ્ટ

દર મહિને તેઓ ઘણું વ્યાજ ચુકવતા હતા તેમ છતાં વ્યાજખોરો તેમને ખુબજ પરેશાન કરતા હતા. ઘણી વખત મૂડી ઉપરનું ઘણું વ્યાજ આપવા છતાં પણ વ્યાજખોરો સતત ત્રાસ આપતા હતા. 22 લાખથી વધુની રકમ વ્યાજ પર લીધી હતી. સતત વ્યાજખોરોની ઉઘરાણી થતા અને ત્રાસ આપવામાં આવતા આખરે યુવાને કંટાળીને સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેને પગલે પરિવારજનોમાં માતમ છવાયો છે. પરિવારજનો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

આ સમાચાર શેર કરો