સુરતમાં વરસાદના વિરામ વચ્ચે તોતિંગ ઝાડ પડવાનું યથવાત, બે ફોર વ્હિલ કાર સહિત બાઈકનો વળ્યો કચરઘાણ
સુરતમાં ચાર દિવસ વરસાદે ધમરોળ્યા બાદ આજે વિરામ લીધો છે. જોકે હળવાં વ

સુરતમાં ચાર દિવસ વરસાદે ધમરોળ્યા બાદ આજે વિરામ લીધો છે. જોકે હળવાં વરસાદી ઝાપટાં વરસી રહ્યાં છે. ત્યારે તોતિંગ ઝાડ પડવાનું યથાવત રહ્યું છે. ચાર દિવસમાં 60થી વધુ ઝાડ પડ્યા બાદ આજે ફરી એક તોતિંગ ઝાડ પોતાના મૂળને ગૂમાવી બેઠું હોય તે રીતે રસ્તા પર પટકાયું હતું.
લોકોના ટોળાં એકઠાં થયા
ઝાડ જમીનદોસ્ત થયું હતું. જેથી નીચે પાર્ક કરેલી બે ફોર વ્હિલર કાર અને બાઈકોનો કડૂસલો વળી ગયો હતો. ઝાડ પડતાં જ મોટી સંખ્યામાં રસ્તા પરથી પસાર થતાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. જેમાંથી કોઈએ તાત્કાલિક ફાયરબ્રિગેડને ઝાડ પડવા અંગે જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
રસ્તો ખુલ્લો કરાયો
ફાયરબ્રિગેડના કાફલાએ સરથાણાના સિમાડા નાકા પાસે ધરશાયી થયેલા વૃક્ષને હટાવવા માટે કટર સહિતના સાધનોનો ઉપયોગ કર્યો હતો. જેથી ઝાડની ડાળીઓ સહિતના ભાગોને નાના ટૂકડા કરીને ત્યાંથી ખસેડ્યું હતું. ઝાડ રસ્તા પરથી હટતાં જ ટ્રાફિક જામ ક્લિયર થયો અને રસ્તો ખુલ્લો થયો હતો.








