મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: નવાપરામાં કચરાના ઢગલામાંથી 500ના દરની નકલી નોટો મળી, પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા રોયલ કોમ્પલેક્ષના કચરાના ઢગલામાંથી 500ના દરની નકલી નોટો મળી આવી છે. આ બનાવ મામ

ભાવનગર: નવાપરામાં કચરાના ઢગલામાંથી 500ના દરની નકલી નોટો મળી, પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા રોયલ કોમ્પલેક્ષના કચરાના ઢગલામાંથી 500ના દરની નકલી નોટો મળી આવી છે. આ બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાંથી કચરામાંથી 500ના દરની ડુપ્લીકેટ નોટો મળી આવી છે. જે અંગેની જાણ પોલીસને થતા ભાવનગર એસ.ઓ.જીની ટીમે તપાસ કરતા ત્યાંથી 500ના દરની પ્રિન્ટિંગ કરેલી અથવા ઝેરોક્ષ કરેલી 95 નોટ મળી આવી હતી જેને લઈને આઈજી, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

કોમ્પ્લેક્સમાં મોટા પાયે પ્રિન્ટિંગની દુકાનો 

આ કોમ્પ્લેક્સમાં મોટા પાયે પ્રિન્ટિંગની દુકાનો આવેલી છે જેના પગલે આ નોટો અહીંયા જ કોઈએ છાપી કે પછી કોઈ ફેંકી ગયું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો