મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદમાં જજની ખોટી ઓળખ આપી પેટ્રોલ પંપ પર રોફ જમાવ્યો, બનાસકાંઠાનો શખ્સ ઝડપાયો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. હવે રાજ્યમાંથી નકલી જજ ઝડપાયો છે. દાહોદમાં પેટ્રોલ પંપ પર જજની

દાહોદમાં જજની ખોટી ઓળખ આપી પેટ્રોલ પંપ પર રોફ જમાવ્યો, બનાસકાંઠાનો શખ્સ ઝડપાયો

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. હવે રાજ્યમાંથી નકલી જજ ઝડપાયો છે. દાહોદમાં પેટ્રોલ પંપ પર જજની ખોટી ઓળખ આપી પેટ્રોલ પંપ પર રોફ જમાવનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. યુવકની ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.

દાહોદમાં નકલી જજ ઝડપાયો

દાહોદમાં 12 સપ્ટેમ્બરના રોજ એક વ્યક્તિ દાહોદ નજીક ડોકી ખાતે આવેલા પેટ્રોલ પંપ પર કારમાં આવી પહોંચ્યો હતો. આ વ્યક્તિએ પોતાને જજ હોવાની ઓળખ આપી હતી.શખ્સે પેટ્રોલ પંપના કર્મચારીને કહ્યું, 'હું વાઘેલા જજ છું અને પંપના માલિક વિશે પૂછપરછ કરી હતી. તેણે દાવો કર્યો કે માલિકનો જે કેસ ચાલે છે તે મારા હાથમાં છે, હું ફાયદો કરાવી આપીશ, એમ કહી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીઓએ આ અંગે માલિકને જાણ કરી અને માહિતી એકઠી કરતાં સામે આવ્યું કે આ વ્યક્તિ જજ નથી.

અજાણ્યા શખ્સ સામે પોલીસે તપાસ હાથ ધરી

 આ ઘટનાને પગલે દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી જેમાં યુવકની ઓળખ થઇ હતી. આરોપી બનાસકાંઠાના આસારાવાસ ગામનો અલ્પેશ ગલ્ચર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા સુરત આસપાસના વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું.

તે બાદ દાહોદ પોલીસની ટીમ સુરત પહોંચી હતી અને સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી અલ્પેશની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અલ્પેશના મોબાઇલમાંથી તેનું ઇંસ્ટાગ્રામ આઇડી તેમજ અન્ય પુરાવાઓ મળ્યા હતા જેમાં તેણે અલગ અલગ લોકોને પોતે વકીલ હોવાની ખોટી ઓળખ આપી હતી. આ યુવક અલગ-અલગ લોકોને સરકારી અધિકારી કે વકીલ હોવાની ખોટી ઓળખ આપી હતી. તેમને પોતાની વાતમાં ફસાવી ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કરતો હતો. પોલીસે આરોપીને દાહોદની નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીના 10  દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ યુવકે અગાઉ કઇ-કઇ જગ્યાએ ખોટી ઓળખ આપી હતી, તેના આધારે ક્યા ગેરલાભ મેળવ્યા હતા. તે દિશામાં તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો