‘નકલી ED ટીમનો કમાન્ડર ગુજરાત આમ આદમી પાર્ટીનો નેતા’ - ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ
બોલિવુડ મૂવી સ્પેશિયલ 26ની માફક ગાંધીધામમાં સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણાં અને દાગીન

બોલિવુડ મૂવી સ્પેશિયલ 26ની માફક ગાંધીધામમાં સોની વેપારીને દબાવીને તેના પાસેથી નાણાં અને દાગીના પડાવી લેવા માટે નકલી ઈડીના અધિકારીઓ દ્વારા ખોટો દરોડો પાડવામાં આવ્યો હતો. અમદાવાદ, ભુજ અને ગાંધીધામના 13 લોકોની નકલી ઈડી ટીમમાં સામેલ અમદાવાદની એકમાત્ર મહિલાએ સોનાના દાગીના ચોરી કરી લીધા હતાં. સોની વેપારીને તેની જાણ થઈ જતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
‘નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા’ - ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
પકડાયેલ નકલી ઈડી ટીમમાં આમ આદમી પાર્ટીના એક નેતાઓ સમાવેશ થાય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષના ટ્વીટ મુજબ આ નકલી ઈડી ટીમનો કેપ્ટન અબ્દુલસતાર ઈશાક માંજોઠી હતો. તેમને x પ્લેટફોર્મ પર લખ્યું કે, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધુ એક કારનામું સામે આવ્યું છે. ગુજરાતમાં પાર્ટીના એક નેતાએ નકલી ED ટીમ બનાવી અને તેનો કેપ્ટન બની લોકોને લૂંટ્યા! કચ્છમાં પકડાયેલ નકલી ED ટીમ કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે. આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો ખરો પુરાવો!
13 પૈકીના 12 લોકોને ઝડપી 22 લાખના દાગીના ઝડપ્યા
પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીના અધિકારી બનેલા 13 પૈકીના 12 લોકોને ઝડપી 22 લાખના દાગીના અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત 45 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. 15 દિવસ પહેલા ચાની હોટલ પર ઈડીના અધિકારી બની ખોટી રેડ પાડવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ આયોજન મુજબ ન થતાં અને અમદાવાદથી આવેલા સાગરિતો દ્વારા દગો કરવામાં આવતા પ્લાન ફેલ થયો હતો.
નકલી ED અધિકારી
- ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા
- દેવાયત વીસુભાઈ
- અબ્દુલસતાર ઈશાક માંજોઠી
- હિતેષ ચત્રભુજ
- વિનોદ ૨મેશ
- ઈયુઝીન અગસ્ટીન ડેવીડ
- આશિષ રાજેશભાઈ, અમદાવાદ
- ચન્દ્રરાજ મોહનભાઈ , ચાંદખેડા, અમદાવાદ
- અજય જગન્નાથ દુબે, સાબરમતી અમદાવાદ
- અમિત કિશોરભાઈ મહેતા, ચાંદખેડા,અમદાવાદ
- નિશા અમિત મહેતા ચાંદખેડા,અમદાવાદ
- શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ
ફરાર આરોપીનું નામ : વિપીન શર્મા, અમદાવાદ
ગાંધીધામની રાધિકા જ્વેલર્સમાં 6 વર્ષ પહેલા પડ્યા હતા દરોડા
પૂર્વ કચ્છ એસપીએ જણાવ્યું હતું કે આદિપુરમાં રહેતા આરોપી ભરત શાંતિલાલ મોરવાડીયાએ તેના મિત્ર મેઘપર-બોરિચીમાં રહેતા દેવાયત વિસુભાઈ ખાચરને માહિતી આપી હતી કે ગાંધીધામની રાધિકા જ્વેલર્સ નામની પેઢીમાં છ વર્ષ પહેલા આઈટીની રેડ પડી હતી અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના-ચાંદી તથા રોકડ રકમ મળી હતી. જ્વેલર્સના માલિક પાસે હજુ 100 કરોડથી વધારેની મિલકતો હોવા અંગેની વાત પણ તેણે કરી હતી.
ચાની હોટલ પર દરોડા પાડવાનો પ્લાન બનાવ્યો
દેવાયત ખાચરે તેના મિત્ર અને ભુજમાં સાપ્તાહિક ચલાવતા પત્રકાર અબ્દુલ સતાર માંજેઠીને આ અંગે વિગતો આપી હતી. અબ્દુલે આ માહિતી તેના મિત્રો ભૂજના ઘનશ્યામ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા હિતેષ ચત્રભૂજ ઠક્કર અને પ્રમુખ સ્વામી નગરમાં રહેતા વિનોદ રમેશભાઈ ચુડાસમાને ભુજ ખાતે મળીને ઈ.ડી.ની રેડ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. ત્યારબાદ દેવયાત ખાચર, અબ્દુલ સતાર, હિતેષ ઠક્કર, વિનોદ ચુડાસમા સાથે બનાવના પંદર દિવસ અગાઉ સાંજના સમયે આદિપુર બસ સ્ટેશન સામે આવેલી રજવાડી ચા હોટલ ખાતે મુલાકાત કરી અને નકલી રેઈડ માટે પ્લાન બનાવ્યો હતો. આ પ્લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદમાં રહેતા મિત્ર આશિષ મિશ્રાનો સંપર્ક સાધ્યો હતો.








