મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં છેલ્લા 1 વર્ષથી દવાખાનું ચલાવતો વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો

રાજકોટ સહિત ગુજરાત ભરમાં નકલીની બોલબાલા છે. ગામડાઓમાં દવાખાના બનાવીને ભોળા લોકોને છેતરી તે

રાજકોટમાં છેલ્લા 1 વર્ષથી દવાખાનું ચલાવતો વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો

રાજકોટ સહિત ગુજરાત ભરમાં નકલીની બોલબાલા છે. ગામડાઓમાં દવાખાના બનાવીને ભોળા લોકોને છેતરી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટરને પોલીસે ઝડપી લીધો છે. કમ્પાઉન્ડર પોતે જ નકલી ડોક્ટર બનીને દવાખાનું ચલાવતો હતો. રાજકોટ નજીક આવેલ ત્રંબા ગામના રામજી મંદિર પાસે ક્લિનિક ચલાવતો ડોક્ટર નકલી નીકળ્યો છે. પોલીસે જીગર વલ્લભભાઈ મોલિયા નામના નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. 

આ પણ વાંચોઃ BZ કૌભાંડઃ ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર ઝડપાયો, CIDએ ભવાની સેના ગુજરાત અધ્યક્ષને દબોચ્યો

રાજકોટ શહેર નજીક આવેલા ત્રંબા ગામે દવાખાનુ ચલાવતો જીગર મોલિયા કમ્પાઉન્ડરનો અનુભવ લઈને ડોક્ટર બની બેઠો હતો. છેલ્લા એક વર્ષથી ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. આજીડેમ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ગત શનિવારે સાંજે રાજકોટના ખોરાણામાંથી પોલીસે ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર નકલી ડોક્ટરને ઝડપી લઇ ક્લિનિકમાંથી દવા અને બાટલા સહિત કુલ રૂ.20510નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  હિરેન મહેશ કાનાબાર (ઉ.વ.36ને પોલીસે અભ્યાસ અંગે પૂછતાં પોતે ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યાની અને તબીબી કોઇપણ ડિગ્રી નહીં હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાની કબૂલાત આપી હતી.

આ સમાચાર શેર કરો