મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં નકલી DCP ઝડપાયો, બુટલેગરના ઘરે રેડ કરવી ભારે પડી

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. પહેલા નકલી કચેરી બાદમાં નકલી જજ, નકલી સરકારી અધિકારીની ઓ

રાજકોટમાં નકલી DCP ઝડપાયો, બુટલેગરના ઘરે રેડ કરવી ભારે પડી

ગુજરાતમાં નકલીની બોલબાલા છે. પહેલા નકલી કચેરી બાદમાં નકલી જજ, નકલી સરકારી અધિકારીની ઓળખ આપીને લોકોને મુર્ખ બનાવવામા આવી રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાં ડુપ્લીકેટ પોલીસ રેડ કરતા નજરે પડી છે. એક યુવક બુટલેગરના ઘરે પોલીસ સ્ટાફ બની રેડ કરવા ગયો હતો પરંતુ તેને મેથીપાક મળ્યો. જેનો વિડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં યુવક પોતે ડીસીપીની ઓળખ આપી રેડ કરતો હોવાની કબૂલાત આપી રહ્યો છે. 

આ પણ વાંચોઃ વડોદરામાંથી નકલી GST અધિકારી ઝડપાયો, વાઈબ્રન્ટ ગુજરાતમાં નકલીની બોલબાલા

રાજકોટમાં નકલી અધિકારીના નામે રેડ કરીને લોકો પાસેથી પૈસા ઠગતા ઠગનો વિડિયો વાયરલ થયો છે. 

ગુજરાતમાંથી PMO અધિકારી, નકલી જજ, નકલી DYSP બાદ હવે વધુ GST અધિકારીની ઓળખ આપતો મહાઠગ ઝડપાયો છે. જીએસટી અધિકારીની ઓળખ આપનાર ઠગને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. ઝુબેર પઠાણ નામનો શખ્સ નકલી અધિકારીનો રૂઆબ ઝાડીને ભૂજના વેપારીને ધમકાવ્યા હતા. આરોપીએ વેપારીને ચોરીનો માલ ખરીદ કર્યો છે અને પોલીસ તમારી ધરપકડ કરશે એવું કહીને ધમકાવીને રૂપિયા 81 હજાર પડાવી લીધા હતા. ભેજાબાજ ઝુબેર તાંદલજાનાં એક વેપારીના બેંક ખાતામાં ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવી રોકડા ઉપાડી લીધા હતા. 

જણાવી દઈએ કે, ગઈ કાલે અમદાવાદમાંથી ભારત સરકારના રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં હોવાની ઓળખ આપીને આ મહાઠગે અનેક લોકો સાથે ઠગાઇ આચરી છે. અમદાવાદમાં મહાઠગ સામે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. મહેસૂલ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હોવાની ઓળખ આપીને ટ્રાવેલ એજન્સીના માલિક પાસેથી ભાડે ઇનોવા કાર લીધી હોવાનું સામે આવ્યું છે. ઇનોવા ગાડીમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું હતું. આ મહાઠગે પોતાની સાથે એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હતો.

આ સમાચાર શેર કરો