અમદાવાદમાં 1 કિલો જલેબીની કિંમત 1200ને પાર, સોસાયટીઓમાં ફાફડા-જલેબીનાં વિશેષ આયોજનો
fafda-jalebi Price hike Dussehra in Ahmedabad | કોઇ એક નિશ્ચિત કરાયેલા દિવસે કોઇ એક પ્રકારની વાનગી સૌથી વધારે લોકો દ્વારા ઝાપટવામાં આવી હોય તે પ્રકારનું સર્વ

કોઇ એક નિશ્ચિત કરાયેલા દિવસે કોઇ એક પ્રકારની વાનગી સૌથી વધારે લોકો દ્વારા ઝાપટવામાં આવી હોય તે પ્રકારનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવે તો તેમાં વિજયા દશમીના ફાફડા-જલેબીનો ચોક્કસ મોખરાના સ્થાને રહે. અમદાવાદમાં 1 કિલો જલેબીની કિંમત રૂપિયા 1200થી 1400 થઇ ગઇ છે. આમ,1 કિલો ફાફડા-જલેબીની કિંમત ડ્રાફફૂટની કિંમતને લગોલગ છે.
1 હજારથી વધુ દુકાન-સ્ટોલમાં ફાફડા-જલેબીનું વેચાણ થશે
બે કલાક લાઇનમાં ઉભા રહીને ફાફડા-જલેબીની કરીદી કરનારાના ચહેરા પર ચક્રવ્યૂહના સાત કોઠા ભેદીને આવ્યા હોય તેવો સંતોષ જોવા મળી રહ્યો છે. કાચા પપૈયાનું છીણ અને મરચાં વિના ફાફડા-જલેબીની જ્યાફત અધૂરી લાગે. છેલ્લા કેટલાક દિવસથી કાચા પપૈયા-મરચાનો ઉપાડ વધ્યો છે.
વેપારીઓના મતે અમદાવાદમાંથી જ 7 લાખથી 10 લાખ કિલો જેટલા ફાફડા- જલેબીનું વેચાણ થઇ શકે છે.અમદાવાદમાં ફાફડા-જલેબીનું વેચાણ 1 હજારથી વધુ દુકાન-સ્ટોલમાંથી કરવામાં આવશે. અનેક દુકાનમાં પ્રતિ કિલોગ્રામે ફાફડાની કિંમત રૂપિયા 900 અને શુદ્ધ ઘીમાં જલેબીની કિંમત રૂપિયા 1400ને પાર ગઇ છે. એક રેસ્ટોરન્ટમાં 6 જલેબીની ડિશની કિંમત રૂપિયા 450 છે.
આમ,એક જલેબી ખરીદવા માટે રૂપિયા 75 ખર્ચવા પડે તેવી સ્થિતિ છે. મોટાભાગની સોસાયટીમાં પણ ફાફડા-જલેબીનું મેનુ ફિક્સ કરી દેવાયું છે. કેટલાક લોકોએ ટાઇમ સ્લોટ પ્રમાણે ફાફડા જલેબીના ઓર્ડર આપી દીધા છે. અનેક સોસાયટી કે જ્યાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ એકત્ર થતાં હોય તેમણે નાસ્તાના કાઉન્ટર ભાડે આપીને કમાણી કરી લેવામાં આવી છે.








