મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઊંઝામાંથી વરિયાળીને કલર ચઢાવીને વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઈ, લાખો રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત

ઊંઝામાંથી સૂકી વરિયાળી પર લીલો કલર ચઢાવીને પેંકિગ કરતી ફેક્ટરી ઝડપાઈ છે. ફેક્ટરીના કર

ઊંઝામાંથી વરિયાળીને કલર ચઢાવીને વેચાણ કરતી ફેક્ટરી ઝડપાઈ, લાખો રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત

ઊંઝામાંથી સૂકી વરિયાળી પર લીલો કલર ચઢાવીને પેંકિગ કરતી  ફેક્ટરી ઝડપાઈ છે. ફેક્ટરીના કર્મચારીઓ વિરુદ્ધ મહેસાણા ફૂડ વિભાગની ટીમે કાર્યવાહી કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ શખ્સો રંગે હાથ ઝડપાયા હતા.

1955 કિલો લીલા કલરની વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો

ઉલ્લેખનીય છે કે  ઘટનાસ્થળેથી મળી આવેલી લીલા કલરની વરિયાળી સહિતના બે સેમ્પલ લઈને ફૂડ વિભાગ દ્વારા અખાદ્ય 1 લાખ 27 હજાર રૂપિયાની 1955 કિલો લીલા કલરની વરિયાળીનો જથ્થો જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો: મોરબી જુગારધામ દરોડા મામલો: તોડપાણી કરનાર ટંકારાના તત્કાલીન PI અને કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ

ફૂડ અધિકારીએ બાતમી આધારે પાડ્યા હતા દરોડા

ફૂડ અધિકારીએ બાતમી આધારે રિક્ષામાં સતત બે દિવસ સુધી ફેક્ટરીની રેકી કરીને આ ઓપરેશનને પૂરું પાડ્યું હતું. ઊંઝાના સ્ટેશન રોડ પર આવેલી રામગોપાલ મુરલીધર બાજોરીયાની કીર્તિ ટ્રેડિંગ નામની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો