મોબાઈલ-લેપટોપ સહિતની સ્ક્રિનના વપરાશથી આંખોની બીમારી વધતા સારવાર જરૂરી-ડો.વેલુ
21મી સદીમાં સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ દરેક માટે આવશ્યક બની ગયો છે. ત્યા

21મી સદીમાં સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ દરેક માટે આવશ્યક બની ગયો છે. ત્યારે મોબાઈલ-લેપટોપ સહિતના સ્ક્રિનના ટાઈમિંગમાં વધારો થયો છે. જેથી આંખોને લગતી બીમારીઓમાં પણ વધારો થયો છે. આ સમયે યોગ્ય સારવારની ખૂબ જ જરૂરિયાત ઉભી થઈ હોવાનું મેક્સિવિઝન આઈ હોસ્પિટલના સ્થાપક ડો. જીએસકે વેણુએ જણાવ્યું હતું.
સારવાર હવે ઘર આંગણે
આંખોને લગતી સારવાર માટે હવે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની ખૂબ જરૂર છે. તેથી સુરતના આર કે સચદેવે મેક્સિવિઝન સુપર સ્પેશિયાલિટી સાથે પાર્ટનરશીપ કરીને દર્દીઓને ઘર આંગણે સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસ કર્યો છે. હોસ્પિટલ દ્વારા સારવારની સાથે સાથે જનજાગૃતિના કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવશે. જેથી આંખોને લગતી બિમારીઓની પ્રાથમિક તબક્કે જ સારવાર મળી રહે.
સારવારની સાથે જનજાગૃતિ જરૂરી
આંખોની સારવારની સાથે સાથે બિમારીઓ ન ફેલાય તે માટે જનજાગૃતિ ખૂબ જરૂરી હોવાનું કહેતા ડો. સપોવાડિયાએ કહ્યું કે, મેક્સિવિઝન 200 કરોડનું ગુજરાતમાં રોકાણ કરીને સુવિધાઓ વધારશે. સાથે જ આજકાલ નાની બિમારીને અવગણવાની લોકો ભૂલ કરતાં હોય છે. ત્યારે તેઓને પ્રાથમિક તબક્કે સારવાર સારી મળી રહે તે પણ ખૂબ જરૂરી છે. જેથી સુરત સહિતના ગુજરાતમાં 25 નવી હોસ્પિટલ સ્થાપવાનું લક્ષ્યાંક સેવવામાં આવ્યું છે.








