સુરતમાં લોરેન્સ બિશ્નોઇના નામે મંગાઈ ખંડણી, ટ્રાન્સપોર્ટર્સ પાસે 50 લાખની ડિમાન્ડ કરનાર સગીર સહિત 4 દબોચાયા
સુરતમાં સગીર સહિતના ચાર લોકોએ દેવું થઈ ગયું હતું. જેથી ડિંડોલી અંબિકા પાર્કમાં રહેતા મહારુદ્ર ઉર્ફે રામબોલ

સુરતમાં સગીર સહિતના ચાર લોકોએ દેવું થઈ ગયું હતું. જેથી ડિંડોલી અંબિકા પાર્કમાં રહેતા મહારુદ્ર ઉર્ફે રામબોલ ઠાકુર જગદંબા એક્સપ્રેસ કાર્ગો સર્વિસના નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેમને 21મીના શનિવારે મહારૂદ્વ રાત્રે બાઇક પર ઓફિસથી ઘર તરફ જઇ રહ્યા હતા. ત્યારે ડિંડોલી ઉત્સવ રેસીડન્સીથી શહીદ ચાર રસ્તા પાસે બાઇક પર એક શખ્સ આવ્યો હતો. તેણે 50 લાખની ખંડણી માગતા પોલીસે 4ને ઝડપી લીધા હતા.જેમાં 2 સગીર છે.
અગાઉ સગીર કરતો ચોરી
પોલીસના જણાવ્યા મુજબ ટ્રાન્સ્પોર્ટર્સની સોસાયટીમાં રહેતા સગીરે જ મોટો હાથ મારવા માટે આ યોજના બનાવી હતી. તે અગાઉ નાની મોટી ચોરી કરતો હતો. તેની સોસાયટામાં જ રહેતા મહારૂદ્ર પાસે સારા નાણા નીકળી શકે તેમ લાગતે તેણે વૈભવ, આદિત્ય અને અન્ય સગીરને તૈયાર કર્યા હતા. રેકી કર્યા આદિત્યે તેના ફોન પર બીજા સાથે વેપારીની વાત કરાવી હતી.
આરોપીઓએ ફોન કરતાં ઝડપાયા
નહીતર ઠોકી દઈશ, તેવી ધમકી મળતાં મહારૂદ્ર ઠાકુર પોતાના સંબંધી શુભમને સાથે જ્યારે પોલીસમાં ફરિયાદ લખાવતા હતા. ત્યારે સાંજે પણે ખંડણીખોરે ફોન કરી ધમકી આપી હતી. ડિંડોલી પોલીસે તપાસ કરતાં બે સગીર તથા વૈભવ શિવબહલ સિંગ, આદિત્ય ધુપપ્રસાદ ગોંડને પકડી પાડ્યા હતા.








