મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં એક્સપ્રેસ હાઈવેનું કામ અટકાવાયું, ખેડૂતોએ આ કારણે કર્યો વિરોધ

વલસાડ જિલ્લામાંથી પસાર થનારા સૂચિત મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઇવેને લઈને જિલ્લામાંથી ઘણી જમીનોનું

વલસાડમાં એક્સપ્રેસ હાઈવેનું કામ અટકાવાયું, ખેડૂતોએ આ કારણે કર્યો વિરોધ

વલસાડ જિલ્લામાંથી પસાર થનારા સૂચિત મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઇવેને લઈને જિલ્લામાંથી ઘણી જમીનોનું સંપાદન કરવામાં આવ્યું હતું. જે બાદ જમીન સંપાદન કર્યા બાદ એવોર્ડ પણ જાહેર કરાયા હતા. પરંતુ ઘણા ખેડૂતોને આ એવોર્ડથી વંચિત રહેવાનો વારો પણ આવ્યો હતો. જેથી અગાઉ પણ વિરોધ થયો હતો.

આ પણ વાંચોઃVideo: ડોક્ટરની બોગસ ડિગ્રી કૌભાંડમાં કોંગ્રેસનું નામ જોડાયુ, ડો.હેમાંગ વસાવડાએ સુરતની નેતાગીરી પર ફોડ્યું ઠીકરું

કામગીરી અટકાવાઈ

વળતર મુદ્દે ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરથી લઈ અનેક વાર વળી કચેરીઓના ધક્કા ખાવાનો વારો પણ આવ્યો હતો. વલસાડના  બીનવાડા ગામ ખાતે પણ ઘણા ખેડૂતોને આ એવોર્ડ ન મળતા આજરોજ તેમના દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળી એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી હતી.

અધિકારીઓ જવાબ નથી આપતા

ખેડૂતો સાથે વાતચીત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ ઘણા સમયથી વળતરની માંગ કરી રહ્યા છે. પરંતુ કોઈ પણ અધિકારી કે કર્મચારી દ્વારા કોઈપણ યોગ્ય જવાબ નથી આપવામાં આવતો. જિલ્લા કલેકટરને પણ તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય જવાબ ન આપતા તેમના દ્વારા આજરોજ એક્સપ્રેસ હાઈવેની કામગીરીને અટકાવવામાં આવી છે. જ્યાં સુધી વળતર ન  મળે ત્યાં સુધી આ કામગીરી ન કરવા દેવા માટે  ખેડૂતો એ ચેતવણી  આપી છે.

આ સમાચાર શેર કરો