Video: ડોક્ટરની બોગસ ડિગ્રી કૌભાંડમાં કોંગ્રેસનું નામ જોડાયુ, ડો.હેમાંગ વસાવડાએ સુરતની નેતાગીરી પર ફોડ્યું ઠીકરું
સુરતમાં બોગસ ડિગ્રીઓ આપીને ડોક્ટર બનાવવાનું કૌભાંડ ઉજાગર થયું છે. જેમાં કોંગ્રેસના ડોક્ટર સેલના પૂર્વ પ્ર

સુરતમાં બોગસ ડિગ્રીઓ આપીને ડોક્ટર બનાવવાનું કૌભાંડ ઉજાગર થયું છે. જેમાં કોંગ્રેસના ડોક્ટર સેલના પૂર્વ પ્રમુખ રશેષ ગુજરાતી દ્વારા સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા ડો. હેમાંગ વસાવડાએ નિવેદન આપતાં કહ્યું છે કે, જે તે સમયે ફેબ્રુઆરી 2019માં સ્થાનિક નેતાઓની ભલામણ થકી રશેષ ગુજરાતીને ડોક્ટર સેલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો. 2021થી તેઓ કોંગ્રેસના સભ્ય પદ પરથી પણ તેમને રાજીનામુ આપ્યું છે. 2019 માં જ્યારે નિમણૂક કરવામાં આવી ત્યારે તેમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ નહોતો. મારો સવાલ છે કે, ગૃહ ખાતાના મંત્રી જે વિસ્તારમાંથી આવે છે. ત્યાં 22-22 વર્ષ સુધી કોઈ વ્યક્તિ આ પ્રકારે ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1955, BNSની જરૂરી કલમ લગાડી રશેષ ગુજરાતી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. મારી ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત છે કે રશેષ ગુજરાતી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચોઃ બોગસ તબીબી ડિગ્રી આપનાર રશેષ ગુજરાતીની ક્રાઈમ કુંડળી, કોંગ્રેસના આ પદનો હતો પ્રમુખ




