મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દુબઈથી ગોલ્ડ સ્મગ્લીંગનો પર્દાફાશ, કેરિયરને ફરવાના નામે મોકલી સોનું લાવવાના અપાતા આટલા રૂપિયા

સુરતમાં દુબઈથી થતા ગોલ્ડ સ્મગલીંગનો પર્દાફાશ થયો છે. માંગરોળ ખાતેના સ્થાનિકોને દુબઈ પ્

દુબઈથી ગોલ્ડ સ્મગ્લીંગનો પર્દાફાશ, કેરિયરને ફરવાના નામે મોકલી સોનું લાવવાના અપાતા આટલા રૂપિયા

સુરતમાં દુબઈથી થતા ગોલ્ડ સ્મગલીંગનો પર્દાફાશ થયો છે. માંગરોળ ખાતેના સ્થાનિકોને દુબઈ પ્રવાસના નામે ત્યાં મોકલી તેમની પાસેથી ટ્રોલી બેગમાં રેકઝીનની નીચે સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરીને છુપાવીને પેસ્ટ રૂપે સોનું લાવી સ્થઆનિક માર્કેટમાં વેચવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સ્મગ્લીંગ માટે કેરિયરને 10 હજારથી લઈને 25000 રૂપિયા આપવામાં આવતાં હતાં.

દંપત્તીએ બીજી ટ્રીપ મારી હતી

શહેર એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલા 64.89 લાખના સોનાના દાણચોરીમાં સોનાનો ઓર્ડર વડોદરાના ફૈઝલ અબ્દુલ સતાર મેમણએ આપ્યો હતો. સાલેહ દંપત્તિને દુબઈ સોનું લાવવા માટે મોકલાયા હતા. ફૈઝલ અબ્દુલ સતાર મેમણ દ્વારા અન્ય અબ્દુલ સતાર નામના શખ્સને whatsapp પર ઓર્ડર કર્યો હતો. સાલેહ દંપતીને ટ્રીપ દીઠ 10,000 નક્કી થયા હતા. દંપત્તીએ દુબઈની આ બીજી ટ્રીપ મારી હતી.અસલી જેવા કલર કોપી વાળા નકલી પરચેઝ બિલો બનાવ્યા હતા.

20 લોકોને દુબઈ મોકલાયા હતા

પોલીસ પૂછપરછમાં અબ્દુલે સાત માસમાં 20 લોકોને ગેરકાયદે દુબઈ મોકલ્યા હતાં. 20 લોકોએ સોનાની દાન ચોરી કરી ગુજરાતમાં ઘુસાડ્યું હતું. 20 કેરિયરો ફરતે પોલીસે તપાસ કેન્દ્રીત કરી છે. અબ્દુલ બેમાત અને નઇમ ત્રણ દિવસના રિમાન્ડ પર છે. સાઉથ આફ્રિકાનો સોકત અને દુબઈનો સહેબાઝ માસ્ટર માઇન્ડ છે. સાઉથ આફ્રિકાનો સોક્ત મોહમ્મદ બેમાત આરોપી અબ્દુલ બેમાતનો કાકાનો દીકરો છે. બન્ને દુબઈથી સોનાની ખરીદી કરી ભારતમાં સ્મગલિંગ કરતા હતાં.

બે વોન્ટેડ જાહેર

સોકત નાણાનું રોકાણ કરતો હતો. સહેબાઝ શાહ દુબઈ ખાતે રહી ભારતથી આવતા લોકોને રહેવા- જમવા ફરવા સહિતની વ્યવસ્થા કરી આપતો હતો. ભારતથી આવતા લોકોને સોનુ આપવાની વ્યવસ્થા કરી આપતો હતો. સોનુ ખરીદી માટે આવતા વેપારીઓની માંગણી મુજબ કેરિયરની વ્યવસ્થા, ફ્લાઇટની ટિકિટ ની વ્યવસ્થા અને સોનુ પીગાળીને વેપારીને પહોંચાડવાનો રોલ ભજવતો હતો. એસઓજીએ સોક્ત બેમાત અને સહેબાઝ શાહને વોન્ટેડ જાહેર કર્યા છે.

આ સમાચાર શેર કરો