સુરતમાં વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરતું એક્ઝિબિશન, 30 કેટેગરીના 130થી વધુ સ્ટોલ
સુરતમાં હવે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઉદ્યોગ ધંધાઓને પ્રોત્સાહિત કરવાની સાથે પ્લેટફ

સુરતમાં હવે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઉદ્યોગ ધંધાઓને પ્રોત્સાહિત કરવાની સાથે પ્લેટફોર્મ આપવા માટે એક્ઝિબિશનના આયોજન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આપેલા વોકલ ફોર લોકલના મંત્રને સાર્થિક કરતાં લોકલ વોકલ બીઝનેસ ગ્રુપ દ્વારા 3 દિવસીય બીઝનેસ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી કોસમાડા, પુણા કેનાલ રોડ પર હેપ્પીનેસ બેન્કવેટ હોલ ખાતે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Video: કોને ધંધો કહે છે..કોને...કહીને સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ફટકાર્યા તમાચા
એક લાખ વિઝિટરનો ટાર્ગેટ
આકાશ વઘાસિયાએ કહ્યું કે, અમે દરવર્ષની જેમ વધુ એક વખતે આ એક્ઝિબિશન લાવી રહ્યાં છીએ. જેમાં આ વર્ષે 130 કરતા પણ વધારે સ્ટોલ ધારકોની પોતાની પ્રોડક્ટ અને સર્વિસ આ એક્સપોમાં વિઝિટર સામે પ્રેઝન્ટ થવાની છે. આ એક્સપોમાં અંદાજિત 3 દિવસમાં એક લાખ વિઝિટર આવે તેવો ટાર્ગેટ છે. આ એક્સપોમાં સુરતના ઘણા બધા કોર્પોરેટ ગેસ્ટ જેને પોતે મોટા લેવલ પર પોતાની કંપનીને પહોંચાડી છે તેમને આમંત્રિત કર્યા છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન
એક્સોમાં બીઝનેસ મલ્ટી કેટેગરી 130 કરતા વધારે સ્ટોલ છે. જેમાં આઇટી,સોલાર, ટેક્સટાઈલ, ફૂડ એન્ડ બેવરેજીસ અને બીજી ઘણી બધી અંદાજે ૩૦ કરતા વધારે કેટેગરીના સ્ટોલ છે. આ એક્સ્પો શરૂ થયા અગાઉ બે તારીખની રાતે બાર વાગે ઓનલાઇન રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. જેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેમને ફ્રી એન્ટ્રી મળવા પાત્ર છે. 20,000થી વધુ ઓનલાઇન રજીસ્ટ્રેશન આવી ચૂક્યા છે તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું.








