Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : presence of police, saying, "Who is calling business...?"

Video: કોને ધંધો કહે છે..કોને...કહીને સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ફટકાર્યા તમાચા

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2025
લાઇવ ટીવીGoogle News

જર, જમીન અને જોરું આ ત્રણ કજિયાના છોરું... આ કહેવત સંસારીથી લઈને સાધુઓને પણ એટલી જ લાગુ પડતી હોવાનું નર્મદામાં સામે આવ્યું છે. નાંદોદ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના કાંઠે આવેલા ધનેશ્વર આશ્રમના જમીનના વિવાદમાં આજે કંઈક નવો વળાંક આવ્યો હતો. ધનેશ્વર મંદિરનો 25 વર્ષથી ચાલતો વિવાદ ફરી પ્રકાશમાં આવ્યો છે. રાત્રિના સમયે આશ્રમની લાઈટો બંધ કરી દેવાય હતી. પથ્થરમારો કર્યો જેવી ફરિયાદ કરી સાધ્વીએ પોલીસને બે ફોન કરી બોલાવી લીધી હતી. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી પર પોલીસની હાજરીમાં મહિલા સાધુએ તમાચા મારી દીધા હતાં. કોને ધંધો કહે છે તેમ કહીને તમાચા ઝીંકી દેવાતા નવો વિવાદ શરૂ થયો છે. 

App Store

આ પણ વાંચોઃ Video: વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર અકસ્માત, ડિવાઈડર કુદાવી કાર મારી ગઈ પલટી