અમદાવાદ: નરોડામાં ઉમા હૉસ્પિટલ પાસે મોટી દૂર્ઘટના ટળી, JCBથી ખોદકામ કરતા CNG લાઇનમાં થયો બ્લાસ્ટ
અમદાવાદના નરોડા વિસ્તારમાં ઉમા હૉસ્પિટલ પાસે મોટી દૂર્ઘટના ટળી છે. ઉમા સ્કૂલ પાસે JCBથી ખોદકામ કરવા

અમદાવાદના નરોડા વિસ્તારમાં ઉમા હૉસ્પિટલ પાસે મોટી દૂર્ઘટના ટળી છે. ઉમા સ્કૂલ પાસે JCBથી ખોદકામ કરવામાં આવતા CNG લાઇનમાં બ્લાસ્ટ થયો હતો.આ ઘટનામાં બે લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની પાંચ ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લીધી હતી.
શહેરના નરોડા વિસ્તારમાં આવેલી ઉમા હૉસ્પિટલ પાસે JCB દ્વારા ખોદકામ દરમિયાન નીચેથી પ્રસાર થતી CNG લાઇનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. જોકે, મોડી રાત્રે આ ઘટના બની હોવાથી સ્કૂલ ચાલુ નહતી જેને કારણે આ દૂર્ઘટના ટળી ગઇ હતી. CNG લાઇનમાં બ્લાસ્ટ થતા આગના ગોટેગોટા જોવા મળ્યા હતા.
CNG લાઇનમાં બ્લાસ્ટનો ધડાકો એટલો જોરદાર હતો કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમની પાંચ ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.






