કલોલના દંતાલીમાં પૂર્વ આર્મીમેને પિતા-પુત્ર પર કર્યું ફાયરિંગ, સગીરનું ઘટનાસ્થળે મોત
Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના દંતાલી ગામમાં ફાયરિંગની ઘટના ઘટી છે. પૂર્વ આર

Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના દંતાલી ગામમાં ફાયરિંગની ઘટના ઘટી છે. પૂર્વ આર્મીમેને પિતા-પુત્ર પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક સગીરનું મોત થયું છે.
15 વર્ષના સગીરનું ઘટનાસ્થળે જ મોત
ઘટના અંગે મળતી માહિતી મુજબ કલોલના દંતાલીમાં રસ્તા અને પ્લોટની બબાલમાં પૂર્વ આર્મીમેને ફાયરિંગ પિતા-પુત્ર પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની આ ઘટનામાં રીન્કુ ભરવાડ નામના 15 વર્ષના સગીરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પન વાંચો : અમદાવાદમાં પોલીસકર્મીઓએ વૃદ્ધ દંપત્તિને ખંખેર્યા, 12000 રોકડા અને 400 USD પડાવ્યાં
પોલીસે એકની કરી ધરપકડ
ફાયરિંગની આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 3 લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે ઘટના સ્થળેથી ફુટેલી કારતુસ જપ્ત કરી છે, સાથે એકની ધરપકડ કરી છે.








