વ્યાજના રૂપિયા મળી ગયા છતાં વ્યાજખોરોની લાલચ વધી, વધુ નાણાંની માંગ કર્યા બાદ માતા-પુત્રને ઢોર માર માર્યો
રાજ્યના પાટણમાંથી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. વ્યાજના પૈસાની ઉઘરાણી મામ

રાજ્યના પાટણમાંથી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. વ્યાજના પૈસાની ઉઘરાણી મામલે સત્યમનગર સોસાયટીમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસીને શખ્સોએ મહિલા અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો. મકાનનું કામ ચાલતું હોવાથી મહિલાએ આ શખ્સો પાસેથી વ્યાજે ઉછીના રૂપિયા લીધા હતા.
4 ટકા વ્યાજે સાડા ચાર લાખ રૂપિયા લીધા
મહિલાએ 4 ટકા વ્યાજે સાડા ચાર લાખ રૂપિયા લીધા હતા, તે તમામ રૂપિયા પરત કર્યા હતા. તેમ છત્તા આ શખ્સોએ વધુ બે લાખની પઠાણી ઉઘરાણી કરીને મહિલા અને તેના પુત્રને ધમકી આપી હતી.
બી-ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફરિયાદ
આ સમગ્ર મામલે મહિલાએ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાટણ બી-ડિવિઝન પોલીસે શશિકાંત શાહ અને વિનુ પરમાર સામે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.






