મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કમિશ્નરના આદેશ બાદ પણ ગુલ્લીબાજ 17 PI ગેરહાજર, ઉચ્ચ અધિકારીઓની સીધી નજર

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા પછી આગજનીની ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં 627 પોલીસ સ્ટેશનોમાં PI

કમિશ્નરના આદેશ બાદ પણ ગુલ્લીબાજ 17 PI ગેરહાજર, ઉચ્ચ અધિકારીઓની સીધી નજર

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા પછી આગજનીની ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં 627 પોલીસ સ્ટેશનોમાં PIઓએ તા 16ના ઈદ અને 17ના ગણેશ વિસર્જન ન થાય ત્યાં સુધી રાત્રે 12 પહેલાં પોલીસ સ્ટેશન ન છોડવા અને ઘરે ન જવાના આદેશ DGP દ્વારા કરાયાં હતા.

અમદાવાદ પોલીસ કમિશનરે પણ આ સૂચનાનું પાલન કરવાના સખ્ત આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં ગણેશ મહોત્સવને લઈને તમામ PI ને પોલીસ સ્ટેશન ન છોડવા આદેશ આપ્યો છે. આદેશમાં 17 સપ્ટેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં જ હાજર રહેવા સૂચન કરાયું છે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા લોકેશનથી તપાસ કરતા સતત બીજા દિવસે 17 PI હાજર જોવા મળ્યા નહતા. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે 17 ગુલ્લીબાજ PI પોલીસ સ્ટેશનના બદલે ઘરે આરામ કરતા હતા. એક દિવસ અગાઉ તપાસ કરતા 7 PI હાજર જોવા મળ્યા નહતા. અનેક પોલીસ સ્ટેશનના PI કોબિંગમાં હાજર હોવા છતાં રિપોર્ટમાં ગેરહાજર દર્શાવ્યા છે. અમદાવાદ શહેર પોલીસની કામગીરી વિરોધાભાષી જોવા મળી રહી છે. અગાઉ PIના લોકેશનની તપાસ કરતા સેકટર-2 વિસ્તારનાના એક પણ PIનું લોકેશન પુછાયુ નહતું.

સમગ્ર મામલે કંટ્રોલ રૂમના પોલીસ કર્મચારીની શંકાસ્પદ કામગીરી પણ સામે આવી છે જે અંગે પણ તપાસ ચાલી રહી છે. સુરતની ઘટના પછી પોલીસ કંટ્રોલરૂમની લોકેશન લેવા અપાયેલી સૂચનામાં તમામ પોલ ખુલી પડી ગઈ છે.

આ સમાચાર શેર કરો