મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ બન્ને ઉમેદવારોના ફોર્મમાં ભૂલો સામે આવી, ગેનીબેન ઠાકોરે સાત સુધારા સાથે નવું ફોર્મ જમા કરાવ્યું

લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. બનાસકાં

બનાસકાંઠામાં ભાજપ-કોંગ્રેસ બન્ને ઉમેદવારોના ફોર્મમાં ભૂલો સામે આવી, ગેનીબેન ઠાકોરે સાત સુધારા સાથે નવું ફોર્મ જમા કરાવ્યું

લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ દરમિયાન બન્ને ઉમેદવારોના ફોર્મમાં કેટલીક ભૂલો સામે આવી છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે.

ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની ડિગ્રી મામલે વિવાદ

ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીના પ્રથમ ફોર્મમાં ભૂલ સામે આવી છે. ભાજપના ઉમેદવારના ફોર્મમાં BSC અને MSC વચ્ચે બે વર્ષના અંતરમાં ભૂલ હતી. ભૂલ જણાતા જ ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરીએ પ્રથમ ફોર્મ રદ કરવા અરજી આપી બીજું ફોર્મ રજૂ કર્યું હતું.ભાજપ ઉમેદવારે નવા ફોર્મમાં BSC 1999, MSC 2001 અને PhD 2022માં કરી હોવાના ત્રણ સુધારા કર્યા હતા.

બીજી તરફ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ નવા ફોર્મમાં કુલ સાત સુધારા કર્યા હતા. કોંગ્રેસ ઉમેદવારે પણ ફોર્મમાં મિલકતની વર્તમાન કિંમત સાથે ફોર્મ જમા કરાવ્યું હતું.

આ સમાચાર શેર કરો