સુરતમાં યોજાયો વંદન ઉત્સવ, ઉદ્યોગ સાહસિકોએ માતૃ-પિતૃ વંદના કરીને ઋણ ચૂકવવા કર્યો પ્રયાસ
સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે માતા પિતાનું ઋણ ચુકવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદભૂત અને

સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે માતા પિતાનું ઋણ ચુકવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદભૂત અને અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંદન ઉત્સવ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 490 પરિવારના 3300થી પણ વધારે વ્યકિતઓએ ભાગ લીધો હતો.
આયોજકોએ જણાવ્યું હતું કે કોઈ પણ દીકરા દીકરીઓ જીવન દરમિયાન માતા પિતાનું ઋણ ક્યારેય ચુકવી નથી શકતા. જીવનમાં આ વસવસો રહી જાય છે. જીવનમાં માતાપિતા એ દીકરા દીકરીને જે આપ્યું છે. તેનો ભાવ વ્યક્ત કરવામાં પરિવાર અસફળ રહી જાય છે. માતાપિતાએ જે આપણા માટે કર્યું છે. જેનું ઋણ આપણે ક્યારેય ચુકવી નથી શકતા. ત્યારે વંદન ઉત્સવ દ્વારા એ ઋણ અદા કરવાનો પ્રયાસ દ્વારા કરવામાં આવ્યો હતો.
Progress Alliance બિઝનેસમેનના જીવન ના દરેક ક્ષેત્ર પર કામ કરે છે, ત્યારે માતાપિતા કેમ બાકી રહી જાય? ત્યારે માતા પિતાનું ઋણ જાણીને તેમનો આભાર વ્યકત કરવાના ઉદ્દેશ્ય સાથે વંદન ઉત્સવ જેવા અદભૂત પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ વંદન ઉત્સવમાં 490 બિઝનેસમેનોએ ભાગ લીધો અને પોતાના માતાપિતાને પોતાની સફળતા બદલ અને પાલન પોષણ કરી લાયક બનાવવા અને દેશ દુનિયા અને શહેરમાં દરેક સાથે ઊભા રહી શકીએ એવા સક્ષમ બનાવવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી, અને સંપૂર્ણ રીતે સમર્પણ ભાવથી માતાપિતાનું અભિવાદન કર્યું હતું.






