મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગર : ગેંગરેપ કેસના મુખ્ય આરોપી હુસેને 11 વીઘા ગૌચર જમીન પર કરેલું દબાણ હટાવાયું

Jamnagar News : ગત નવેમ્બર મહિનામાં જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ મુસ્લિમ શ

જામનગર : ગેંગરેપ કેસના મુખ્ય આરોપી હુસેને 11 વીઘા ગૌચર જમીન પર કરેલું દબાણ હટાવાયું

Jamnagar News : ગત નવેમ્બર મહિનામાં જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ મુસ્લિમ શખ્સોએ એક યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ત્રણ આરોપીઓ હુસેન ગુલમહમ્મદ શેખ, અમીરખાન જાફરખાન જોરાવર અને ફૈઝલ લતિફ દરવાન હતા, જેમાંથી  મુખ્ય આરોપી હુસેન ગુલમહમ્મદ શેખ દ્વારા 11 વીઘા ગૌચર જમીન પર કરવામાં આવેલું દબાણ હટાવવામાં આવ્યું છે. 

11 વીઘા ગૌચર જમીન પર ફાર્મ હાઉસ બનાવી ફેન્સીંગ કરી 

ગેંગરેપ કેસના મુખ્ય આરોપી હુસેન ગુલમહમ્મદ શેખે મોટા થાવરીયા ગામમાં 11 વીઘા ગૌચર જમીન પર અશદ નામે એક મોટું ફાર્મ હાઉસ બનાવ્યું હતું, તેમજ આસપાસની જમીન પર ફેન્સીંગ કરીને દબાણ કર્યું હતું. જામનગર જિલ્લા વહીવટી તંત્રે આ તમામ જગ્યા પરનું દબાણ હટાવી જગ્યાને ખુલ્લી કરી છે. 

 હુસેન ગુલમહમ્મદ શેખ પર સાત ગુના 

ગેંગરેપ કેસના મુખ્ય આરોપી હુસેન ગુલમહમ્મદ શેખ પર NDPS,  બળાત્કાર, આર્મ્સ એક્ટ તથા પ્રોહીબિશન એક્ટ સહિત કુલ 7 ગુના દાખલ થયેલા છે. 

યુવતીના નગ્ન ફોટો-વીડિયો ઉતાર્યા અને ગેંગરેપ કર્યો

ભોગ બનન્નાર પીડિતા યુવતી મુખ્ય આરોપી હુસેન ગુલમહમ્મદના ઘરે ઘરકામ કરવા જતી હતી. આરોપીએ યુવતીના સ્નાન કરતી વખતેના નગ્ન અવસ્થામાં ફોટા પાડ્યાં હતા અને વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી હતી અને બાદમાં  હુસેન ગુલમહમ્મદ, તેનો મિત્ર અમીરખાન જાફરખાન જોરાવર અને ફૈઝલ લતિફ દરવાને  યુવતી પર વારંવાર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. 

આ સમાચાર શેર કરો