મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

એન્કાઉન્ટર સ્પેશિલીસ્ટ જમ્મુ કાશ્મીરના એસીપી શાહિદા સહિતની અનોખી સિધ્ધિ મેળવનારને એવોર્ડથી કરાયા સન્માનિત

સુરતમાં એક અનોખો એવાર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇકોનિક ગોલ્ડ દ્વારા એવોર

એન્કાઉન્ટર સ્પેશિલીસ્ટ જમ્મુ કાશ્મીરના એસીપી શાહિદા સહિતની અનોખી સિધ્ધિ મેળવનારને એવોર્ડથી કરાયા સન્માનિત

સુરતમાં એક અનોખો એવાર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આઇકોનિક ગોલ્ડ દ્વારા એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની એવી વ્યક્તિઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમણે પોતાની ફરજ દરમિયાન કે જીવન દરમિયાન અનોખી સિદ્ધિ હાંસલ કરીને દેશ અને દુનિયા સામે એક પ્રેરક ઉદાહરણ પુરુ પાડ્યું છે. 

આ અંગે માહિતી આપતાં G2H Awardના આયોજક પિયુષ જૈસ્વાલએ કહ્યું કે, આ એવોર્ડ એવી વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કે, જેઓ દેશ અને સમાજ માટે એક મિશાલ છે. જેઓએ અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં એન્કાઉન્ટર સ્પેશિલીસ્ટ જમ્મુ કાશ્મીરના એસીપી શાહિદા પરવીન,  પ્રિયા મોહિત, જયા કિશોરી, નાયાબ મિધા, મધુરિમા તુલી, પર્લ પુરી સહિત અનેક એવી સેલિબ્રિટી સામેલ હતા. આ એવી વ્યક્તિઓ છે કે જેમને પોતાના જીવન અને ફરજમાં એવી અનોખી સિદ્ધિઓ હાંસલ કરીને દેશ અને સમાજ માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. 

આયોજન પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે, આજે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઇક ખાસ ઉપલબ્ધિ મેળવતો હોય છે, પણ જે વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. એ એવા વ્યક્તિઓ છે કે, તેઓ સમાજ અને દેશ માટે એક મિશાલ છે, અને યુવા પેઢી તેમની પાસેથી પ્રેરણા મેળવે એવું તેમનું વ્યક્તિત્વ છે. એમની વિશે વધુને વધુ લોકો અને ખાસ કરીને યુવા પેઢી માહિતગાર થાય અને તેઓ પણ જીવનમાં કંઇક કરી બતાવવા માટે પ્રેરિત થાય એ માટે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

આ સમાચાર શેર કરો