મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સરસ્વતીના મંદિરમાં દારૂની રેલમછેલ, આંગણવાડીના પરિસરમાંથી ખાલી બોટલો મળી

સુરતમાં પીધેલાઓએ સરસ્વતીના મંદિરને અભડાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. દિવસ

સુરતમાં સરસ્વતીના મંદિરમાં દારૂની રેલમછેલ, આંગણવાડીના પરિસરમાંથી ખાલી બોટલો મળી

સુરતમાં પીધેલાઓએ સરસ્વતીના મંદિરને અભડાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. દિવસે જ્યાં માસૂમ ભૂલકાઓને શિક્ષણ અપાય છે. ત્યાં રાત્રિના સમયે દારૂની રેલમછેલ થતી હોયે તેમ આંગણવાડીના પરિસરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ દારૂની બોટલને લઈને શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ અંગે ઉધના પોલીસમાં દારૂની બોટલો મળી આવી હોવાથી અરજી આપવામાં આવી છે.

દારૂની મહેફિલના દ્રશ્યો

ઉધના વિસ્તારમાં વિજયનગરની આંગણવાડીમાં દારૂની બોટલો જોવા મળી હતી. આંગણવાડીના પરિસરમાં ઢગલાબંધ ખાલી દારૂની બોટલો મળી હતી. જ્યાં નાના ભૂલકાઓ શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યાં અભ્યાસની બીજી બાજુ દારૂની બોટલો મળી આવી હતી. રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો કરતા અહીં દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. 

રજૂઆત છતાં કોઈ પગલાં નહી

સ્થાનિકોએ કહ્યું કે, આ આંગણવાડીમાં 4 સોસાયટીના બાળકો આવે છે. અહીં સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં રજૂઆત સાંભળવામાં આવતી નથી. પોલીસ અને પાલિકાને જાણે કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. બાળકો દારૂની ખાલી બોટલ અને પોટલી જુએ તો તેનામાં શિક્ષણની સાથે કેવા સંસ્કાર આવે તે પણ એક સવાલ છે.

આ સમાચાર શેર કરો