સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રાના કુડા ગામે ખેતર માલિકે વૃદ્ધ ભાગીયાની કરી હત્યા, જાણો શું છે મામલો
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વાર હત્યાનો બનાવ બન્યો છે. હત્યાની આ ઘટના ધ્રાંગધ્રા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વાર હત્યાનો બનાવ બન્યો છે. હત્યાની આ ઘટના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાં બની છે, જેમાં ખેતર માલિકે વૃદ્ધ ભાગીયાને મોતને ઘાટ ઉતારી દીધો છે.
વાડી વિસ્તારમાંથી મળ્યો વૃદ્ધનો મૃતદેહ
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાં વાડી વિસ્તારમાં માવજીભાઈ કાનાભાઈ કોપણીયા નામના વૃદ્ધ હત્યા કરાયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. વૃદ્ધના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા DYSP, PI સહિત પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
પાણી વાળવા બાબતે બોલાચાલી થતા ખેતર માલિકે કરી હત્યા
મૃતક વૃદ્ધની હત્યા તેઓ જે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા તેના માલિકે કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ખેતરમાં પાણી વાળવા બાબતે ખેતરના માલિક અને મૃતક માવજીભાઈ સાથે બોલાચાલી થઈ હતી, જેમાં ખેતરના માલિકે મૃતક માવજીભાઈના પેટ પર લોખંડના ઘણથી હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ હાથ ધરી છે.






