મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દહેગામમાં બારોબાર ગામ વેચાયા બાદ સરકાર જાગી, 8 લોકો સામે કાર્યવાહીના આદેશ

રાજ્યના દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામના વેચાણ દસ્તાવેજ થઈ જવા મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. ત્યારે હવે

દહેગામમાં બારોબાર ગામ વેચાયા બાદ સરકાર જાગી, 8 લોકો સામે કાર્યવાહીના આદેશ

રાજ્યના દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામના વેચાણ દસ્તાવેજ થઈ જવા મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. ત્યારે હવે આખરે વહીવટી તંત્ર દ્વારા આ ગામમાં ધામા નાખીને તપાસ કર્યા બાદ જમીન માલિકો અને જમીન ખરીદનાર જસદણના શખ્સ સહિત આઠ લોકો સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વહીવટી તંત્ર દોડતું થયું


અત્યાર સુધી જમીન મકાનના બરોબર દસ્તાવેજ થતા હોવાનું ધ્યાને આવતું હતું. પરંતુ આ વખતે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામનો જ આખેઆખો વેચાણ દસ્તાવેજ થઈ જતા ભારે દોડધામ મચી ગઈ હતી. જેને લઈ 10 વર્ષથી વસવાટ કરતા ગ્રામજનોમાં પણ રોષ ફેલાયો હતો અને આ મામલે જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી હતી. આ ઉપરાંત દહેગામ મામલતદાર કચેરીમાં જઈને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ જુના પહાડિયા ગામ ખાતે પહોંચ્યા

વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું અને પ્રાંત અધિકારી સહિત અધિકારીઓ જુના પહાડિયા ગામ ખાતે પહોંચ્યા હતા. ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે આ મામલે વેચાણ દસ્તાવેજ કરી આપનાર જમીન માલિકો અને જમીન ખરીદનાર જસદણના ખેડૂત સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો.

દહેગામ તાલુકાના જુના પહાડિયા ગામના વેચાણ દસ્તાવેજ થઈ જવા મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. ત્યારે હવે આખરે વહીવટી તંત્ર દ્વારા આ ગામમાં ધામા નાખીને તપાસ કર્યા બાદ જમીન માલિકો અને જમીન ખરીદનાર જસદણના શખસ સહિત આઠ લોકો સામે ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હવે વેચાણ દસ્તાવેજ રદ કરવા પણ નિર્ણય લેવાશે

એક જ સર્વે નંબર ઉપર વસેલા દહેગામના જુના પહાડિયા ગામને વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. આ મામલે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ તેનાથી ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો નથી માટે હવે આગામી સમયમાં આ ગામનો કરવામાં આવેલો વેચાણ દસ્તાવેજ રદ કરવા માટેની પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે.

વેરો ભરતા નાગરિકોની મિલકતોની હવે રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવો

જુના પહાડિયા ગામના એક જ સર્વે નંબરના મૂળ માલિકના વારસદારો દ્વારા ગામને બારોબાર દસ્તાવેજ કરાવી દેવામાં આવ્યો હતો. ત્યારે પચાસ વર્ષથી અહીં રહેતા અને ગ્રામ પંચાયતને વેરો ભરતા નાગરિકોના મકાન મામલે હવે રેવન્યુ રેકોર્ડમાં નોંધ કરવાની માંગણી ઉઠવા પામી છે. એટલું જ નહીં આ સર્વે નંબરનાં દસ્તાવેજ રદ કર્યા બાદ તે સર્વે નંબરમાં ગામના મકાનનો ઉલ્લેખ કરી જગ્યા પ્રમાણે ફાળવી આપવા માટે પણ માંગણી કરવામાં આવી છે.

ગામ વેચનાર અને ખરીદનાર આરોપીઓના નામ

દહેગામના જુના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ કરી દેનાર પહાડિયા ગામના કાંતાબેન ભીખાજી ઝાલા, કોકીલાબેન ભીખાજી ઝાલા, વિનોદકુમાર ભીખાજી ઝાલા, પલીબેન જશુજી ઝાલા, જયેન્દ્રકુમાર જશુજી ઝાલા, નેહાબેન જસુજી ઝાલા, એક સગીર વયની દીકરી તેમજ જમીન ખરીદનાર રાજકોટના જસદણના અલ્પેશ લાલજી હિરપરા સામે ગુને દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો