ભરુચમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી, નમાજ અદા કરી એકમેકને પાઠવી મુબારકબાદી
ભરૃચ શહેરમાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઈદ ઊલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદર

ભરૃચ શહેરમાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઈદ ઊલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદરોએ ઈદની મુબારકબાદી પાઠવી હતી. વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી હતી. એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઈદની ઉજવણી
ભરૂચ શહેર અને જિલ્લામાં રવિવારની સાંજે ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી. લોકોએ ચાંદના દીદાર કરીને એક બીજાને ચાંદ મુબારક પાઠવી હતી.જેના બીજા દિવસે સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરી હતી.ઈદના દિવસે નાના-મોટા અને વડીલ લોકો નવા કપડા પહેરીને મસ્જિદમાં જઈને ઈદ ની નમાઝ અદા કરી અલ્લાહ તાલાની પાસે શાંતિ અને સુખ ની દુવાઓ કરી હતી.
મુબારકબાદી પાઠવાઈ
આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ઇદગાહ સહિત વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર નમાજની બંદગી કરવામાં આવી હતી.








