Ahmedabadમાં તંત્રનું ઠેકઠેકાણે ચેકિંગ, મચ્છરનું બ્રિડિંગ મળી આવતા શૈક્ષણિક સંસ્થાઓને ફટકાર્યો દંડ
Ahmedabad News: ચોમાસાની ઋતુ શરુ થતાં જ રોગચાળો વકરી ઉઠે છે. આ ઋતુમાં જરુરિયાત પ્રમાણે કાળજી ન રાખવાને

Ahmedabad News: ચોમાસાની ઋતુ શરુ થતાં જ રોગચાળો વકરી ઉઠે છે. આ ઋતુમાં જરુરિયાત પ્રમાણે કાળજી ન રાખવાને કારણે બિમારીનો સામનો પણ કરવો પડી છે. એવામાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મહાનગરપાલિકા સક્રિય જોવા મળી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શૈક્ષણિક સંસ્થાઓમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતા તમામ સામે કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર મામલે હેલ્થ ઓફિસર ડોક્ટર ભાવિન સોલંકીએ માહિતી આપી હતી.
આ શાળાઓને ફટકાર્યો દંડ:
સેન્ટ ઝેવિયર્સ કોલેજ – રુ. 10,000
લોયલા સ્કૂલ.- 10,000
અરોમા કોલેજ - 7000
અપોલો સ્કૂલ - 2000
એમ કે દેસાઈ સ્કૂલ - 1000
અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો વકર્યો છે. તેમજ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. એવામાં ચાલુ માસમાં ૧૨ દિવસમાં વધુ કેસ નોંધાયા છે.
ઝાડા ઉલટી - 340
કમળો - 178
ટાઈફોડ - 216
કોલેરા – 8
મચ્છરજન્ય રોગચાળામાં
મેલેરિયા - 24
ડેન્ગ્યુ - 22








