Ahmedabad news: આર્મી JCOના દિકરાનું કરાયું અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે ઓપરેશન હાથ ધરી યુવકને બચાવ્યો
અમદાવાદ શહેરમાં આર્મીના JCOના દિકરાનું અપહરણ કરવાની ઘટના બની છે. પૈસા

અમદાવાદ શહેરમાં આર્મીના JCOના દિકરાનું અપહરણ કરવાની ઘટના બની છે. પૈસાની લેતેદેતી મામલે યુવકનું બાપુનગરથી અપહરણ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે યુવકને અપહરણકારોની ચૂંગલમાંથી છોડાવ્યો છે.
અમદાવાદમાં ગુનાખોરી સતત વધી રહી છે. ત્યારે પૈસાની લેતેદેતી મામલે આર્મીના JCOના દિકરાનું બાપુનગરથી અપહરણ કરવામાં આવ્યું હતું. યુવકને બંદૂક બતાવી અપહરણ કરવામાં આવ્યું હતુ. અપહ્યુત યુવકને અપહરણને અંજામ આપનારાઓએ ખૂબ જ માર માર્યો હતો. જો કે, ક્રાઈમ બ્રાન્ચે યુવકને અપહરણકારોની ચૂંગલમાંથી છોડાવ્યો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે યુવકને બચાવવા માટે 5 કલાક લાંબુ ઑપરેશન હાથ ધર્યું હતું. ત્રણ અપહરણકારોએ યુવકનું અપહરણ કર્યું હતું. જેમાં કરણ તરુણભાઈ નાયર, હર્ષ અજયભાઈ ઠક્કર અને ક્રિપાલસિંહ ગોવિંદસિંહ વિહોલનો સમાવેશ થાય છે. અપહરણનું કારણ પૈસાની લેવડદેવડનો વિવાદ હતો. અપહરણમાં વપરાયેલુ હથિયાર પણ મળી આવ્યું છે.






