મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છમાં તળીયે પહોંચેલી શિક્ષણનીતિ સરહદી જિલ્લામાં શિક્ષણની ગંભીર સ્થિતિનું કારણ બની

કચ્છના પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની સતત ઘટતી સંખ્યા એ શિક્ષણ વિભાગની અતિ ગંભીર પરિસ્થિતિને દર્શાવે છે. કચ્છ જિ

કચ્છમાં તળીયે પહોંચેલી શિક્ષણનીતિ સરહદી જિલ્લામાં શિક્ષણની ગંભીર સ્થિતિનું કારણ બની

કચ્છના પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની સતત ઘટતી સંખ્યા એ શિક્ષણ વિભાગની અતિ ગંભીર પરિસ્થિતિને દર્શાવે છે. કચ્છ જિલ્લામાં વધુ 1364 શિક્ષકો જિલ્લા ફેરબદલી કરાવીને પોતાના વતનની વાટ પકડશે. એવામાં હજુ પણ જિલ્લા ફેર બદલીનો બીજો રાઉન્ડ બાકી છે.

આ બદલી કેમ્પ અમલ કરવામાં આવશે તો જિલ્લામાં 9496ના મહેકમ સામે 50 ટકા જેટલી જગ્યા ખાલી થશે. જિલ્લાને 1600 નવા શિક્ષક મળવાના છે તેના પહેલા જ તેનાથી વધુ શિક્ષકોની જિલ્લા ફેરબદલીઓ થઈ ગઈ છે. એવી આશા હતી કે નવી ભરતીના કારણે જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરાશે પરંતુ તેના બદલે ઘટ વધી છે.

આ પણ વાંચો : શરમજનક વિકાસ! શાળાના છતની દિવાલ વિદ્યાર્થીના ભોગનું કારણ બનતા રહી ગઈ

વર્ષ 2023 અને 2024માં જિલ્લામાંથી 3400 શિક્ષકોએ ઘરની વાટ પકડીને જિલ્લા ફેરબદલીઓ કરાવી ગયા હતા. કચ્છમાં શિક્ષકો ઘટના કારણે ગામડાઓમાં વસવાટ કરતા લોકો બાળકોના ભવિષ્ય માટે શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે.

કચ્છમાં ગામડાઓ ખાલી થવાના મુખ્ય કારણો પૈકી શિક્ષકોની ઘટ પણ અહમ ભાગ ભજવે છે. જિલ્લાના નેતાઓએ આ બાબતે રાજ્ય સરકારને ગંભીર અને અસરકારક રીતે રજુઆત કરવી પડશે. જો સરકાર દ્વારા શિક્ષણ બાબતે આમ જ જિલ્લાની ઉપેક્ષા કરવામાં આવશે તો સરહદી જિલ્લામાં શિક્ષણની ગંભીર પરિસ્થિતિ પેદા થશે.

આ સમાચાર શેર કરો