મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

kutch news: કચ્છ યુનિવર્સિટીમાં ગેરરીતિ થયા બાદ શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા કરી રદ

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આસિસ્ટન્ટ રજ

kutch news: કચ્છ યુનિવર્સિટીમાં ગેરરીતિ થયા બાદ શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા કરી રદ

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને સેક્શન ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ બાદ આખરે રાજ્યના શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા રદ કરવાનો આદેશ કર્યો છે. 

ભરતી પ્રક્રિયામાં અનેક નિયમોનો કરાયો ભંગ 

કચ્છ યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં સ્ટેચ્યુટની જોગવાઈ અને સરકારની મંજૂરી વગર જ ફક્ત બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ભરતીની જાહેરાત બાદ ઉંમરની વય મર્યાદા, કચ્છ યુનિવર્સિટીના પાંચ કર્મચારીઓ માટે છૂટછાટ, પસંદગી પ્રક્રિયાની પદ્ધતિમાં ફેરફાર જેવા નિયમોનો ભંગ કરાયો હતો.  આસિસ્ટન્ટ રજીસ્ટ્રારની ભરતીની પ્રક્રિયામાં યુનિવર્સિટી દ્વારા UGC ના ભરતીના નિયમોમાં ફેરફાર કરાયો હતો. જેમાં પસંદ થયેલા ઉમેદવારો કરાર આધારિત હોવા છતાં પણ તેને કાયમી કર્મચારી તરીકે ગણી પસંદ કરવામાં આવ્યા હતા. સાથે જ ઉંમર,અનુભવ અને પગાર તમામ લાભ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રોસ્ટર રજીસ્ટર નિભાવામાં આવ્યું ન હતું. 

શું કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો કર્મચારીઓને છાવરી રહ્યા છે?

બીજી તરફ ભરતીની જાહેરાતની સંપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શકતાનો અભાવ જોવા મળ્યો હતો. OMR સીટ ઉપર બારકોડ કે સીટ નંબર પ્રિન્ટ કરવામાં આવ્યો ન હતો. પરિણામમાં સુધારો વેબ સાઇટ પર પ્રસિદ્ધ કરાયો ન હતો. પસંદગી પામેલા ઉમેદવારને સરકારની મંજૂરી વગર તાત્કાલિક નિમણૂક અપાઈ હતી. ગેરરીતી થઈ હોવાનું સામે આવતા રાજ્યના શિક્ષણ વિભાગે ભરતી રદ કરી પાંચ કર્મચારીને છુટા કરવાનો આદેશ કર્યો છે. કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર રમેશ ગરવાએ  ઇન્ચાર્જ કુલપતિને આજે રૂબરૂ મળી પાંચેય કર્મચારીને છુટા કરવા રજૂઆત કરી હતી. મહત્વનું છે કે રાજ્યના શિક્ષણ વિભાગના આદેશ બાદ પણ આ કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા નથી. આ મામલે ઇન્ચાર્જ કુલપતિનું કહેવું છે કે આગામી 12 ઓગસ્ટના બોર્ડ મીટીંગ બોલાવામાં આવી છે. જેમાં કર્મચારીને છુટા કરવા મામલે નિર્ણય લેવામાં આવશે. અહીંયા સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે રાજ્ય શિક્ષણ વિભાગે  ભરતી પ્રક્રિયા રદ કરી તમામ કર્મચારીને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ કર્યો છે, તેમ છતાં પણ કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો મિટિંગ બહાના આગળ ધરીને  કર્મચારીઓને છાવરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો