મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendranagar news: પૂર્વ કલેક્ટરોના નજીકના ગણાતા કેટલાક અધિકારીઓની EDની પૂછપરછ, ફાઈલોની તપાસ શરૂ

સુરેન્દ્રનગર જીલ્લામાં ED ના દરોડા બાદ હાલ એસીબી સહિત EDની ટીમો દ્વારા તપાસનો

Surendranagar news: પૂર્વ કલેક્ટરોના નજીકના ગણાતા કેટલાક અધિકારીઓની EDની પૂછપરછ, ફાઈલોની તપાસ શરૂ

સુરેન્દ્રનગર જીલ્લામાં ED ના દરોડા બાદ હાલ એસીબી સહિત EDની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૃ છે. જેમાં સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુન્હો પણ નોંધાયો છે. ત્યારે ઈ.ડી.ની તપાસમાં જમીન તેમજ સિટી સર્વે વિભાગના એક તત્કાલીન મહિલા અધિકારીની સંડોવણી બહાર આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મહિલા અધિકારીને સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂરછપરછ માટે બોલાવી આગળની તપાસ હાથ ધરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

 રેકર્ડ રૂમમાં રહેલા પોટલાં ખોલી મહત્વપૂર્ણ ફાઈલોની તપાસ

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના રેકર્ડ રૂમમાં રહેલા પોટલાં ખોલી મહત્વપૂર્ણ ફાઈલોની તપાસ શરૂ કરવામાં આવી છે. જમીન સહિતના વિવિધ પ્રકરણોમાં થયેલી ગેરરીતિઓને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સુરેન્દ્રનગરમાં EDની રેડ બાદ તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે.

પૂર્વ કલેક્ટરોના નજીકના ગણાતા કેટલાક અધિકારીઓની પૂછપરછ

પૂર્વ કલેક્ટરોના નજીકના ગણાતા કેટલાક અધિકારીઓની પૂછપરછ શરૂ થઈ છે. કલેક્ટર ઓફિસમાં જમીન NA કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા ધરાવતા વર્ગ-4ના કેટલાક કર્મચારીઓ ભૂગર્ભ બન્યા હોવાની ચર્ચા છે.

સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોની ફાઈલોની તપાસ

રેકર્ડ શાખામાંથી NA કરેલ તેમજ સોલાર કંપનીઓને ફાળવાયેલી જમીનોની ફાઈલોની તપાસ ચાલી રહી છે. સર્વે ભવનમાં ફરજ બજાવી ચૂકેલી એક મહિલા અધિકારીની પણ પૂછપરછ કરવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો