મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Tapi news: DySP અને હેડ કોન્સ્ટેબલે ધરપકડ ન કરવા બદલ માંગી લાંચ, બંને આરોપીઓને ઝડપી પાડવા કવાયત

Tapi news: તાપીમાં મહિલા DySP અને હેડ કોન્સ્ટેબલ આરોપીની ધરપકડ નહીં કરવા બદલ રૂ.1.50 લાખની લાંચ મ

Tapi news: DySP અને હેડ કોન્સ્ટેબલે ધરપકડ ન કરવા બદલ માંગી લાંચ, બંને આરોપીઓને ઝડપી પાડવા કવાયત

Tapi news: તાપીમાં મહિલા DySP અને હેડ કોન્સ્ટેબલ આરોપીની ધરપકડ નહીં કરવા બદલ રૂ.1.50 લાખની લાંચ માગી હતી. જેથી બંનેને ઝડપી પાડવા કાકરાપાર પોલીસ મથક નજીક ACB એ છટકું ગોઠવ્યું હતું, પણ નાણા લેવા આવેલા હેડ કોન્સ્ટેબલને શંકા જતા ફરાર તેઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

એટ્રોસીટીના ગુનામાં એરેસ્ટ ન કરવા માંગી હતી લાંચ

 ફરિયાદી અને તેના કુટુંબીજનો એમ કુલ-8 લોકો વિરૂદ્ધ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ તથા દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયેલો હતો. તેની તપાસ આરોપી DySP નીકીતા શીરોયા કરી રહ્યા હતા અને આરોપી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઇ ગામીત તેમના રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ ગુનામાં ફરિયાદીના મિત્રો અને કૂટુંબીજનોની ધરપકડ નહીં કરવા બદલ બંને આરોપીઓએ ફરિયાદી પાસે રૂ.1.50 લાખની લાંચ માગી હતી.

હેડ કોન્સ્ટેબલને ટ્રેપની શંકા જતા થયો ફરાર

 ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોય ACB નો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ આપતા ACB એ કાકરાપાર પોલીસ મથક નજીક લાંચનું છટકુ ગોઠવી દેવામાં આવ્યું હતું અને આ છટકા દરમ્યાન આરોપી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રમણભાઇ ગામીત લાંચના નાણા લેવા આવ્યો હતો. પરંતુ આરોપીને શંકા જતાં લાંચના નાણા સ્વીકાર્યા વગર જ પોતાની ખાનગી ગાડી લઈને ભાગી જઈ ગુનો કર્યો હતો. હાલમાં ACBએ બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો