Dwarka/ ખંભાળિયા નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર નીચે બાઈક આવતા એકનું મોત
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાયલ ચોકડી નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાયલ ચોકડી નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
રોંગ સાઈડમાં આવેલા ટ્રેક્ટરે સર્જ્યો અકસ્માત
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત ટ્રેક્ટર રોંગ સાઈડમાં આવવાના કારણે સર્જાયો હતો. રોંગ સાઈડમાંથી આવેલા ટ્રેક્ટર નીચે બાઈક આવી જતાં આ ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં સામોર ગામના સિદાભાઈ ભીખાભાઈ ચાવડાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર અન્ય એક યુવકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
હાઈવે પર ટ્રાફિક જામ, પોલીસ તપાસ શરૂ
અકસ્માતની આ ઘટના બાદ ખંભાળિયા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માત કયા સંજોગોમાં થયો તેની વધુ તપાસ શરૂ કરી છે.







